4 હાથ-પગ ધરાવતી ગરીબ ઘરની દીકરી માટે દેવદૂત બનીને સામે આવ્યા સોનુ સુદ, ગરીબ ઘરની દીકરીની બધી જ તકલીફો દૂર કરી આપ્યું નવજીવનદાન
આજના સ્વાર્થી જમાનામાં જે લોકો કોઈપણ સ્વાર્થ વગર બીજાની મદદ કરે છે. તે આજે ભગવાનથી ઓછા નથી. આ વાતને સાચી સિદ્ધ કરી બતાવી છે સોનુ સુદે. સોનુ સુદ દરેક જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે તૈયાર રહે છે. જયારથી દેશમાં કોરોના આવ્યો ત્યારથી તે જરૂરિયાત મંદ લોકોની મદદ કરી રહયા છે.
ફરી સોનુ સુદની દરિયાદિલીનો એક કિસ્સો સામે આવ્યો છે.જેમાં તેમને એક ગરીબ ઘરની દીકરીને નવું જીવનદાન આપવાની વાત કરી છે. આ દીકરીનું નામ ચહુંમુખી છે અને તે બિહારના નવાડા ગામની રહેવાસી છે. ચહુંમુખીને જન્મથી જ પેટના ભાગે હાથ પગ છે.
તેનાથી દીકરીને ખુબજ તકલીફ થાય છે. માતા પિતા ગરીબ હોવાથી દીકરીની સારવાર કરાવી શકે તેમ નથી. જયારે સોનુ સુદને આ દીકરીની સ્થિતિ વિષે જાણ થઇ તો.સોનુ સુદ તરત જ દીકરીની મદદ માટે આગળ આવ્યા.
દીકરીના માતાને પટના હોસ્પિટલમાં પણ મોકલ્યા હતા. ડોકટરો દીકરીનું ઓપરેશન કરવામાં ખુબજ અસમર્થ હતા. તો સોનુ સુદે દીકરીના માતા પિતા સાથે વિડીયો કોલ કરીને મુંબઈ બોલાવી લીધા અને કહ્યું કે અહીં આવી જાઓ બધું જ થઇ જશે.
આ વાતની જાણ થતાની સાથે જ ગામના લોકોમમ ખુશીઓ છવાઈ ગઈ કે હવે આ દીકરીને તકલીફમાંથી છૂટકાળો મળશે. આજે માતા પિતા ગામના સરપંચ સાથે દીકરીને લઈને મુંબઈ જવા માટે નીકળ્યા છે. ત્યાં દીકરીની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે. આજે ફરી સોનુ સુદે નક્કી કર્યું કે તેમનું દુઃખ દરિયા જેવડું છે.