google-site-verification: googlec8654436f05b508b.html

મોદી રાજમાં આ પાંચ શેરે રોકાણકારો પર વરસાવ્યું સોનુ, માત્ર આટલા જ મહિનામાં આપ્યું 20500% નું રિટર્ન

મોદી રાજમાં આ પાંચ શેરે રોકાણકારો પર વરસાવ્યું સોનુ, માત્ર આટલા જ મહિનામાં આપ્યું  20500% નું રિટર્ન

મોદી સરકારના અત્યાર સુધીના આઠ વર્ષના કાર્યકાળમાં ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. હાલની BJP સરકારે ઘણી જગ્યાએ આગળ પડીને મહત્ત્વના નિર્ણયો લીધા છે. લાઇવ મિંટના એક રિપોર્ટ મુજબ GST, ઇન્સોલ્વેંસી એન્ડ બેંકરપ્સી કોડ, રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી, મેક ઇન ઇન્ડિયા, વોકલ ફોર લોકલ જેવા સ્ટેપ લેવાથી ભારતના બિઝનેસમાં ખૂબ જ બદલાવ આવ્યો છે. આ આઠ વર્ષમાં મોદી સરકાર દ્વારા લીધેલા કેટલાક મહત્ત્વના નિર્ણયને કારણે દેશના વ્યાપારીકરણમાં સુધારો તો આવ્યો છે સાથે જ શેર માર્કેટમાં પણ મોદીએ લીધેલા આ નિર્ણયનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

તાનલા પ્લેટફોર્મ્સ- લાઇવ મિંટના રિપોર્ટ મુજબ મોદી સરકારના આ આઠ વર્ષના રાજમાં તાનલા પ્લેટફોર્મ્સના શેરનો ભાવ 6.60 રૂપિયાથી વધીને 1357.90 રૂપિયા થઈ ગયો છે. આ કાર્યકાળ દરમિયાન શેર 20500 ટકા વધ્યો છે. કંપની બેંકને ગ્રાહકોના ટ્રાન્ઝેક્શન વિશેના મેસેજ મોકલવાની સુવિધા આપે છે. છેલ્લા આઠ વર્ષમાં ભારતીય યુવાઓમાં જે પ્રકારે મોબાઇલનો ઉપયોગ વધ્યો છે ત્યારબાદ, કંપનીના કારોબારમાં ખૂબ જ જોરમાં તેજી આવી છે. એન્ડ્રોઇડ અને સ્માર્ટફોન સસ્તા થવાથી કંપનીના કારોબારમાં ખૂબ જ તેજી આવી છે.

બાલાજી એમાઇન્સ– આ મલ્ટીબેગર કેમિકલ સ્ટોક છેલ્લા આઠ વર્ષમાં 49.50 રૂપિયાથી વધીને 2990 રૂપિયા થઈ ગયો છે. શેરમાં વધેલી આ કિંમત એમાં 5950 ટકાની વૃદ્ધિ દેખાડે છે. આ કંપનીને કોવિડકાળ બાદ ચાઇનીઝ કંપનીઓ અને એમાં પણ ખાસ કરીને એમાઇન ઉત્પાદકો બંધ થવાથી ફાયદો થયો છે.

મિંડા ઇન્ડસ્ટ્રીઝ– નરેન્દ્ર મોદીના આઠ વર્ષના કાર્યકાળ દરમિયાન આ ઓટોમોટિવ કંપોનેંટ બનાવતી કંપનીના સ્ટોક 16.50 રૂપિયાથી વધીને 937.80 રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ કાર્યકાળ દરમિયાન આ કંપનીએ લગભગ 5600 ટકાની વૃદ્ધિ કરી છે. આ સ્ટોક FII અને DIIમાં ખૂબ જ લોકપ્રિય છે.

નવીન ફ્લોરિન– આ કેમિકલ સ્ટોક મોદીના કાર્યકાળમાં 82 રૂપિયાથી વધીને 3895 રૂપિયા થઈ ગયો છે. મોદીના કાર્યકાળમાં એમાં 4650 ટકાની તેજી જોવા મળી છે. આ કંપનીએ હનીવેલ ઇન્ટરનેશનલ સાથે કરેલ ડીલ અને અન્ય કેટલીક ડીલ દ્વારા જોરદાર ગ્રોથ કર્યો છે. રેફ્રિજરેટ્સ અને ફ્લોરાઇડ્સ જેવી પ્રોડક્ટની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં જોરદાર વધી છે. આથી નવીન ફ્લોરિનના માર્જિનમાં જોરદાર વધારો જોવા મળ્યો છે.

અલ્કાઇલ એમાઇન્સ કેમિકલ્સ– મોદી સરકારના આ આઠ વર્ષમાં આ સ્ટોક 78.50 રૂપિયાથી વધીને 3036 રૂપિયા પર આવી ગયો છે. આ સમય દરમિયાન આ કંપનીએ 3800 ટકાનો વધારો જોયો છે. અલ્કાઇલ એમાઇન્સ કંપની એલિફેટિક એમાઇન્સ બનાવે છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કેમિકલ પ્રોડક્ટ્સ અને કાચામાલની કિંમતમાં વધારો આ કંપનીને મળી રહ્યો છે.

નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન સેન્સેક્સ 24700થી વધીને 56000 પર પહોંચી ગયો છે. આ સમય દરમિયાન સેન્સેક્સમાં અંદાજે 125 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમય દરમિયાન નિફ્ટી પણ 7200થી વધીને 16650 પર પહોંચી ગયો છે. આ આઠ વર્ષમાં નિફ્ટીમાં 130 ટકાનો વધારો જોવા મળ્યો છે.

Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *