આજે બજાર ખુલતાની સાથે આ શેર 1026% ઉછળ્યો, રૂ. 125ના ભાવેથી શેર 11.3-ગણો ઉંચકાયો, જાણો શેરની તેજી પાછળનું કારણ
ભારતીય શેરમાર્કેટમાં મલ્ટીબેગર શેરોની ભરમાર છે. આ જ યાદીમાંની એક કંપની છે જે કૂકર સહિતના હોમ એપ્લાયન્સિસ બનાવે છે અને તેના શેરમાં કોરોનાના કપરાકાળમાં, જ્યાં ગ્રાહક માંગ ખૂબજ ઓછી હતી તેવા સમયે શેરના ભાવમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. આ કંપનીનો શેર છેલ્લા 19 માસમાં 1050%થી વધુ ઉછળ્યો છે
વાત થઈ રહી છે દિગ્ગજ બ્રાંડ બટરફ્લાય કૂકર બનાવતી કંપની બટરફ્લાય ગાંધીમથી કંપનીની. આ કંપનીઓનો શેર બુધવારના સત્રમાં 2.50%ની આસપાસના ઉછાળે રૂ. 1419.50ના નવા ઓલટાઈમ હાઈ પર પહોંચ્યો છે.
બટરફ્લાય ગાંધીમથીના શેરમાં છેલ્લા ત્રણ મહિનામાં એસ એન્ડ પી બીએસઈ સેન્સેકસના 2 ટકાના ઘટાડાની સરખામણીમાં 60 ટકાનો જંગી ઉછાળો આ સોદા અંગેની આગોતરી બજારમાં જાણ હોવાના સૂચક સંકેતો આપે છે.
જો ઓગષ્ટ 2020ના ટેક્નિકલ બ્રેકઆઉટ બાદના કંપનીના પ્રદર્શન પર નજર કરીએ તો બટરફ્લાય ગાંધીમથી એપ્લાયન્સીસ એકતરફી અપટ્રેન્ડમાં જોવા મળી રહ્યો છે. ચોંકાવાનારી વાત એ છે કે ઓગષ્ટ,2020 બાદના આ 19 મહિનામાં સ્ટોકમાં 1026 ટકાનો બમ્પર ઉછાળો જોવા મળ્યો છે એટલેકે રૂ. 125ના ભાવેથી શેર આજે 11.3-ગણો ઉંચકાયો છે.
મિક્સર ગ્રાઇન્ડર્સ, ટેબલ ટોપ વેટ ગ્રાઇન્ડર્સ, પ્રેશર કૂકર, સ્ટેનલેસ સ્ટીલ વેક્યૂમ ફ્લાસ્ક, એલપીજી સ્ટોવ અને નોન-સ્ટીક કૂકવેરની બ્રાંડ બટરફ્લાયની માલિક કંપની બટરફ્લાય ગાંધીમથીને ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઈલેક્ટ્રિકલ્સે ખરીદવાનો નિર્ણય કર્યો છે. ક્રોમ્પ્ટને બટરફ્લાયમાં ઓપન ઓફર થકી 26% હિસ્સો એટલેકે 4.65 કરોડ શેર રૂ. 1433.90ના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. આ હસ્તાંતરણ બાદ ક્રોમ્પ્ટનનો બટરફ્લાય ગાંધીમથીમાં 55% સ્ટેક હશે.
ક્રોમ્પ્ટને 22 ફેબ્રુઆરી, 2022ના રોજ બટરફ્લાયના પ્રમોટર જૂથના અમુક સભ્યો સાથે રૂ. 1,403.00 પ્રતિ ઇક્વિટી શેરના ભાવે રૂ. 1,379.68 કરોડ સુધીનો 55 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે અને તમામ વર્ગીકૃત ટ્રેડમાર્ક્સ ખરીદવા પ્રમોટર ગ્રૂપ એન્ટિટી સાથે રૂ. 30.38 કરોડમાં સોદો કર્યો છે.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.