નવસારીમાં શેરડીના ખેતરમાંથી અર્ધનગ્ન હાલતમાં ફાંસો ખાધેલી યુવકની લાશ મળી આવતા ચકચાર
અમુકવાર એવી એવી ઘટનાઓ ઘટી જતી હોય છે કે જેને જાણીને બધા જ લોકો આષ્ચર્યમાં આવી જતા હોય છે. હાલ આવી જ એક ઘટના નવસારીથી સામે આવી છે. જ્યાં આ ઘટનાથી આખા વિસ્તારમાં અરેરાટી સર્જાઈ ગઈ છે. નવસારીના નવાતળાવ ગામ મુકેશ ભાઈ પોતાના બે દીકરાઓ સાથે રહે છે.
તેમનો નાનો દીકરો કોલેજમાં અભ્યાસ કરે છે.તેમનો નાનો દીકરો ચેતન ઘરેથી નવા કપડાં લેવા માટે જાઉં છું એમ કહીને નીકળ્યો હતો. પણ મોડી રાતે પણ ઘરે પરત ના ફરતા પિતા અને ભાઈ ચિંતામાં આવી ગયા હતા અને તેને ફોન અને મેસેજ કર્યા હતા પણ ચેતને ફોન અને મેસેજનો કોઈ જવાબ નહતો આપ્યો.
તો પિતા અને ભાઈએ ચેતનની તાપસ ચાલુ કરી હતી. બીજા દિવસ ખડસુપા નજીક એક ખેતર માંથી તેનો મૃતદેહ મળી આવતા.આખા પંથકના ચકચાર મચી ગયો હતો. આ વાતની જાણ ચેતનના પરિવારને થઇ તો તે પરિવાર તરત જ ત્યાં પહોંચી ગયો અને પરિવારે દીકરાને મૃત જોઈને ખુબજ આક્રન્દ રુદન શરુ કર્યું હતું.
પોલીસ તરત જ ઘટના સ્થળે દોડી આવી હતી, પરિવારના લોકો એ જણાવ્યું હતું કે તેમના દીકરાની હત્યા થઇ છે. તે પોતાનું જીવન જાતે કયારેય નહિ ટૂંકાવી શકેકારણ કે તે એવો જરાય નથી. એવી કોઈ વાત નહતી કે તે આવું પગલું ઉઠાવી શકે.
ચેતન ભણવામાં પણ ખુબજ હોશિયાર હતો માટે તે આવું પગલું કયારેય ઉઠાવી શકે તેમ નહતું. માટે પરિવારને શંકા છે કે કોઈએ દીકરાની હત્યા કરતી દીધી છે. પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.