google-site-verification: googlec8654436f05b508b.html

રંગીન પોલીસવાળાને કોલગર્લ સાથે ચેટ પર વાત કરવી પડી ભારી / હોટેલમાં બોલાવી તો કોલગર્લ પત્ની જ નીકળી, હચમચાવી દેતો કિસ્સો

રંગીન પોલીસવાળાને કોલગર્લ સાથે ચેટ પર વાત કરવી પડી ભારી / હોટેલમાં બોલાવી તો કોલગર્લ પત્ની જ નીકળી, હચમચાવી દેતો કિસ્સો

એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક રંગીન મિજાજના પોલીસ કોન્સ્ટેબલે એક મહિલા સાથે ચેટ પર વાત કરી હતી. બાદમાં ચેટ પર કોન્સ્ટેબલ મહિલાને સેક્સ કરવા, કિસ કરવા અને આલિંગન કરવા હોટેલમાં આવવા કહ્યું હતું. જોકે ચેટ કરનાર મહિલા બીજું કોઈ નહીં પણ ખુદ કોન્સ્ટેબલની પત્ની હતી.

પત્નીએ સ્ટિંગ કર્યું. વાત એમ છે કે મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં સ્પેશ્યિલ બ્રાન્ચમાં કોન્સ્ટેબલ સત્યમ બહલનું સ્ટિંગ ખુદ તેની પત્નીએ કર્યું હતું. સત્યમના ત્રણ વર્ષ પહેલાં મનીષા ચાવંડ સાથે લગ્ન થયા હતા. ત્યાર બાદ કોન્સ્ટેબલ પતિએ દહેજની માંગ કરી પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પત્નીએ પતિ પર પહેલાથી જ શંકા હતી, એટલા માટે પતિ સાથે ‘બીજી મહિલા’ બનીને ચેટિંગ કર્યું હતું. પતિએ ‘બીજી મહિલા’ને સેક્સ માટે હોટેલમાં બોલાવી હતી. પત્નીએ ચેટ પર બધી વાતચીતના પુરાવા લઈને પતિનો ભાંડો ફોડ્યો હતો.

પત્નીને પહેલાંથી જ શંકા હતી. મનિષાને તેના પતિ સત્યમ પર પહેલાંથી જ શંકા હતી. કેસ નોંધ્યા બાદ સત્યમ પોતે સિંગલ હોવાનું કહેતો હતો. લગ્ન છતાં ફેસબૂક પર સત્યમે પોતે સિંગલ હોવાનું સ્ટેટ્સ મૂક્યું હતું. મનીષાએ સત્યમને પકડવા માટે સિંગલ યુવતીનું ડમી એકાઉન્ટ બનાવી ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. પછી સત્યમ સાથે ચેટ પર વાતચીત ચાલુ રાખી હતી. સત્યમે મનીષાને ‘બીજી મહિલા’ સમજીને ચેટિંગ કર્યું હતું. જેમાં સત્યમે કિસ કરવા, આલિંગ કરવા તેમજ હોટેલમાં રૂમમાં સેક્સ કરવાનું કહ્યું હતું. મનિષાએ આ ચેટિંગના પુરાવા સાથે પોલીસમાં સત્યમની ફરિયાદ કરી હતી.

શું હતો કેસ? લગ્ન બાદ મનિષા ચાવંડએ તેના પતિ સત્યમ બહલ, સાસુ આરતી બહલ સામે દહેજ માટે ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં સાસરિયાવાળા પિયરવાળા સાથે મોબાઈલ પર વાતચીત પણ કરવા નહોતા દેતા.

જેનાથી કંટાળીને મનિષાએ નવેમ્બર 2020માં દહેજ બાબતે ત્રાસ આપવાનો કેસ નોંધ્યો હતો. આ કેસમાં પતિ સત્યમ બહલ જામીન પર છોડવામાં આવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.

બે લાખ રૂપિયા ઉપરાંત દર મહિને ભરપોષણ આપવું પડશે. આ અંગેની સુનાવણી કરતા જિલ્લા કોર્ટે પતિ સત્યમ બહલ, સાસુ આરતી બહલ સામે ઘરેલૂ હિંસા ના કરવા કરવાની સાથે સાત હજાર પ્રતિ માસ પીડિતાને ભરપોષણ આપવાનો આદેશ કર્યો હતો. સાથે જ બે લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *