google-site-verification: googlec8654436f05b508b.html

મન હોય તો માળવે જવાય / આ દિવ્યાંગ બાળકીએ જન્મથી બન્ને હાથ ન હોવા છતાં ધોરણ 12 કોમર્સમાં 91.7% મેળવી ગરીબ પરિવારનું નામ રોશન કર્યું.

મન હોય તો માળવે જવાય / આ દિવ્યાંગ બાળકીએ જન્મથી બન્ને હાથ ન હોવા છતાં ધોરણ 12 કોમર્સમાં 91.7% મેળવી ગરીબ પરિવારનું નામ રોશન કર્યું.

દરેક લોકો પાસે ભગવાને આપેલા બે હાથ અને બે પગ છે પરંતુ આજે અમે તમને એક એવી દિવ્યાંગ દીકરી વિષે વાત કરવાના છીએ જે દીકરી પંચમહાલના હાલોલની ગુરુકૃપા સોસાયટીમાં રહેતી નારણ રાઠવાની દિવ્યાંગ દીકરીએ ધોરણ ૧૨ કોમર્સમાં ૯૧.૦૭ ટકા મેળવી શહેરની સાથે પરિવારનું પણ ગૌરવ વધાર્યું છે.

આ બાળકી જયારે ધોરણ બે માં અભ્યાસ કરતી હતી ત્યારે ઉત્તરાયણમાં છત ઉપર પતંગ ચગાવતી વખતે વીજ કરંટ લાગવાથી તેને પોતાના બંને હાથ ગુમાવ્યા હતા.આ બાળકી દિવ્યાંગ હોવા છતાં તેને ભણવાની ખુબજ ઈચ્છા હતી તે પહેલાથી ભણવામાં ખુબજ હોશિયાર હતી.

સ્નેહા રાઠવાએ સુરત ખાતે આવેલાં ડિસેબલ વાઇફાઇ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળામાં ધોરણ આઠથી અભ્યાસ કર્યો છે.જયારે આ વર્ષે તેને ધોરણ ૧૨ કોમર્સમાં વધુ મહેનત કરીને ૯૧.૭ ટકા મેળવી પરિવારની ખુશીમાં વધારો કર્યો છે.

પરિવારએ આ બાળકીને મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી હતી.આ બાળકીએ બાળપણમાં જ પોતાના બે હાથ ગુમાવ્યા હતા ત્યારે તેને થોડાક દિવસ ઘરે આરામ કર્યો હતો પછી તરત જ પછી તે અભ્યાસ કરવા લાગી ગઈ હતી તે બાળકીએ ધીરે ધીરે લખવાનો પ્રયત્ન કરીને લખવાની પ્રેક્ટિસ કરી હતી.

આ બાળકી આજે સારી સ્પીડથી લખાણ લખી શકે છે.જે બાળકી આજે તેના સારા લખાણથી સારા ટકા મેળવ્યા છે તે ખુબજ આનંદની વાત કહેવાય.આજે બાળકીના પિતાએ પણ પોતાની બાળકીને ખુશી ખુશી સારી શુભેચ્છા પાઠવી હતી.આ બાળકી પોતાના બે હાથ ગુમાવ્યા પછી પણ તેને હિમ્મત હારી ન હતી અને તેને વધુ મહેનત કરવાની ચાલુ રાખી હતી અત્યારે તે દીકરીને ફળ પ્રાપ્ત થયું છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *