google-site-verification: googlec8654436f05b508b.html

ફેકટરીમાં સામાન્ય જોબ કરતા પિતાની પુત્રી ગુજરાત SSC બોર્ડમાં પ્રથમ આવી

ફેકટરીમાં સામાન્ય જોબ કરતા પિતાની પુત્રી ગુજરાત SSC બોર્ડમાં પ્રથમ આવી

આજ રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતી રૈયાણી મહેક હરેશભાઈએ 99.99 PR સાથે A1 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. રૈયાણી મહેકનાં પિતા હરેશભાઈ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે કરે છે.

ફેકટરીમાં સામાન્ય જોબ કરતા પિતાની પુત્રી બોર્ડ પ્રથમ ઉલ્લેખનીય છે કે રૈયાણી મહેક કહે છે કે ધોરણ 10માં સ્કૂલનાં 7 કલાક સિવાય રોજની હું 6 થી 7 કલાકની નિયમિત મહેનત કરતી હતી. હું મારા આ પરિણામનો તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરૂજનોને તથા ગંગોત્રી સ્કૂલનાં ચેરમેન સંદિપ સરને આપું છું.

અમારે ધોરણ-9 માં કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકડાઉનનાં કારણે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ ગંગોત્રી સ્કૂલ દ્વારા શ્રેષ્ઠ પધ્ધતિથી ઓનલાઈન શિક્ષણ આપ્યું. અને આ બેસ્ટ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમનાં કારણે મારા ધોરણ-9 અને 10 નાં અભ્યાસનો એકપણ દિવસ બગડ્યો નહીં જેના પરિણામે જ હું આજે ધોરણ-10 બોર્ડમાં આવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકી છું.

રૈયાણી મહેક હરેશભાઈ ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાને વધુમાં આ સફળતાનાં યશસ્વી, માર્ગદર્શક અને પ્રેરક એવા ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપ સર છોટાળા સાહેબનો સવિશેષ આભાર માનું છું. સંદિપસર દ્વારા મને સતત માર્ગદર્શન તેમજ મોટીવેશન પુરૂ પડ્યું છે.

તેઓ અવાર-નવાર મને મળીને મારા આત્મવિશ્વાસમાં વધારો કરતા હતા. ગંગોત્રી સ્કૂલની પરીક્ષા પદ્ધતિ, વર્ષભરનું શ્રેષ્ઠ આયોજન, પ્રેક્ટીસ અને શિક્ષકોનું સતત માર્ગદર્શન આ તમામ પાસાઓ અને પરિબળોના કારણે આજે હું આવું ઉત્તમ પરિણામ મેળવી શકી છું. મારા શિક્ષકોએ મને સતત માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. હવે હું આગળ સાયન્સનો અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જીનીયર બનવાનું સ્વપ્ન છે. તેમજ મને મારી સ્કૂલ પર ગર્વ છે કે જ્યાં વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત સ્કૂલ દ્વારા કરાવવામાં આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *