અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો! રાજકોટના આ દિવ્યાંગ વિદ્યાર્થીએ 12 કોમર્સમાં 95 ટકા મેળવી બોર્ડમાં 3 ક્રમ પ્રાપ્ત કર્યો
જો વ્યક્તિ ધારે તો તેની માટે આ દુનિયામાં કોઈપણ કામ અશક્ય નથી. આ વાતને સાચી સિદ્ધ કરતો એક કિસ્સો હાલ રાજકોટથી સામે આવ્યો છે. રાજકોટનો સ્મિત બાળપણથી જ અપંગ છે. તે જાતે ચાલવા અને લખવામાં અસમર્થ છે.
તો પણ સ્મિતે ૧૨ માં ધોરણમાં ૯૫ ટકા લાવીને બધા માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. સ્મિત જન્મથી ચાલી કે પોતાની હાથે કોઈ કામ નથી કરી શકતો.તેને જોઈને મોટાભાગના લોકોએ એવી ધારણા બેસાડી દીધી હશે કે આ દીકરો તેના જીવનમાં કઈ જ નહીં કરે પણ માતા પિતાએ દીકરાને ભણાવાવનો નક્કી કર્યો.
સાથે સાથે દીકરો પણ ખુબજ મન લગાવીને ભણતો હતો. હાથથી ના લખી શકતો હોવાથી. સ્મિતે મોઢાથી લખવાનું શીખ્યો. તે આજે પોતાના મોઢાથી લખે છે અને મોબાઈલ પણ ચલાવે છે.
સ્મિત ૧૨ માં ધોરણમાં સારા માર્ક્સ લાવવા માટે દિવસના ૧૧ કલાકની મહેનત કરતો હતો. તેની પાછળ માતા પિતાની મહેનત પણ છુપાયેલી છે. માતા પિતા તેની સાળ સંભાળ રાખવા માટે પડછાયાની જેમ તેની સાથે ઉભા રહેતા હતા.
૧૨ માં ૯૫ ટકા લાવીને સ્મિતે આજે બધાએ ચોંકાવી દીધા છે. સાથે સાથે સાબિત કર્યું કે જીવનમાં પ્રબળ ઈચ્છાશક્તિથી આપણે કઈ પણ મુકામ હાસિલ કરી શકીયે છીએ.સ્મિતનું હવે સપનું છે કે તેને ભણી ગણીને કલેકટર બનવું છે.
માતા પિતાને વિશ્વાસ છે કે તે દીકરો પોતાનું આ સપનું જરૂરથી પૂરું કરશે. આજે શાળાના શિક્ષકો પણ સ્મિત પર ખુબજ ગરવ મહેસુસ કરી રહ્યા છે. લોકોએ નાની નાની વાતમાં હાર માની લે છે. તેવા લોકોએ સ્મિત પાસેથી કઈ શીખવું જોઈએ.