સરપંચનો દીકરો દોઢ મહિનાથી શરીર ચૂંથતો હતો, 14 વર્ષની સગીરાએ હેવાનને એવું આપ્યું ધ્રુજાવી દેતું મો’ત કે જોનારાઓ પણ હચમચી ગયા, તમે જ કહો શું દીકરીએ બરોબર કર્યું?
એક હચમાચવી દેતો અને શોકિંગ કિસ્સો સામે આવ્યો છે.14 વર્ષની સગીરાએ રેપ કરનાર આરોપી યુવકની હત્યા કરી નાખી છે. રેપ કરનાર પૂર્વ સરપંચનો દીકરો હતો. જે છેલ્લાં દોઢ મહિનાથી સગીરાના શીરરને ચૂંથતો હતો. સગીરાએ રિપિસ્ટને પાણી ભરવાનું બહાનું કાઢી ખેતરમાં બોલાવ્યો હતો. જયાં ચુંદડીથી તેનું ગળું દબાવી દીધું હતું. બાદમાં લાશને રોડ પર ફેંકી દીધો ગતો.
આ મામલો રાજસ્થાનના અલવરનો છે. અહીંના કોટકાસિમમાં રોડના કિનારે એક આધેડની લાશ મળી આવી હતી. પોલીસે કહ્યું હતું કે પૂર્વ સરપંચ ધનીરામ યાદવના 45 વર્ષીય દીકરો વિક્રમ યાદવની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 18 મેના રોજ વિક્રમની લાશ ગામની નજીક રસ્તા પર મળી હતી. પરિવારના લોકો તેને સામાન્ય સંજોગમાં મોત થયું હોવાનું માનીને લાશ ઘરે લઈ ગયા. તેમને લાગ્યું કે તેનું મોત પડી જવાને કારણે થયું છે.
અંતિમ સંસ્કાર સમયે લોહીના ડાઘા દેખાયાં. અંતિમ સંસ્કાર સમયે વિક્રમના ગળા પર નિશાન જોયા. લોહીના ડાઘા પણ દેખાયાં. પરિવારે પોલીસને આ અંગે જાણ કરી. તપાસમાં ગામની જ 10માં ધોરણમાં ભણતી યુવતીની ભૂમિકા શંકાસ્પદ લાગી. યુવતીની મા નથી. તેનો ભાઈ પ્રાઈવેટ જોબ કરે છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
બ્લેકમેલ કરીને રેપ કરતો. પોલીસના જણાવ્યા મુજબ પૂર્વ સરપંચનો પુત્ર યુવતીને ઘણાં સમયથી બ્લેકમેલ કરીને રેપ કરતો હતો. જે બાદ તે પોતાના સાથીઓની સાથે પણ સંબંધ બનાવવા માટે દબાણ કરતો હતો. જે વાત યુવતીને પસંદ ન પડતા તેમને ખેતરમાં બોલાવીને યુવકને મારી નાખ્યો. ઘટના સમયે યુવક શરાબના નશામાં હતો.
આ રીતે ફસાવી. ASP સાહૂએ જણાવ્યું કે સગીરા વિક્રમ યાદવના ઘરે પાણી ભરવા જતી હતી. દોઢ મહિના પહેલાં સગીરાએ પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે વિક્રમ પાસે ફોન માગ્યો. બંને વચ્ચેની વાત વિક્રમના ફોનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. છેલ્લાં એક વર્ષથી યુવતીનો ગામનાં જ કોઈ યુવક સાથે અફેયર ચાલતું હતું. જે વાતને લઈને વિક્રમ તેને બ્લેકમેલ કરવા લાગ્યો અને બાદમાં રેપ પણ કર્યો.
મિત્રો સાથે સંબંધ બનાવવાનું દબાણ કરતો. વિક્રમ સગીરા પર પોતાના મિત્રો સાથે પણ સંબંધ બનાવવાનું દબાણ કરતો હતો. આ વાતને લઈને યુવતી નારાજ હતી. વિક્રમ પહેલાં ગામના 2 અન્ય યુવક પણ સગીરાનો રેપ કરતા હતા. લગભગ 6 મહિના પહેલાં આ યુવકને પણ તેના અફેયર અંગે જાણ થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને યુવક યુવતીને બ્લેકમેલ કરીને દુષ્કર્મ કરતા હતા.
ઈશારો કરીને ખેતરમાં બોલાવ્યો. ASPએ જણાવ્યું કે 17 મેની સાંજે યુવતી વિક્રમના ઘરે ગઈ. તેને પાણી ભરવાનું બહાનું બનાવ્યું હતું. આરોપ છે કે વિક્રમને ઈશારો કરીને ઘરની બાજુમાં આવેલા ખેતરમાં રાત્રે સાડા નવ વાગ્યે બોલાવ્યો હતો. વિક્રમ શરાબના નશામાં ત્યાં પહોંચ્યો હતો. જેનો ફાયદો ઉઠાવીને સગીરાએ પોતાની દુપટ્ટાથી ગળું દબાવી દીધું મોતને ઘાટ ઉતારી દીધો અને રસ્તા પર લાશ ફેંકી દીધી. વિક્રમ યાદવના બે પુત્ર છે. મોટો દીકરો ગ્રેજ્યુએટ છે. નાનો દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં BSCના ફાઈનલ યરનો સ્ટૂડન્ટ છે.
મોબાઈલ મળ્યો, ઘટના સ્થળેથી પોલીસને વિક્રમનો મોબાઈલ પણ મળ્યો. તપાસમાં સગીરાની રેકોર્ડિંગ પોલીસને મળી. તપાસમાં એક જગ્યાએથી દુપટ્ટાનો સળગેલો ટૂકડો પણ મળ્યો. જેને જપ્ત કરીને તપાસ કરવામાં આવી તો તેના પર લોહીના ડાઘ હતા. જે બાદ સગીરાની પૂછપરછ કરવામાં આવી તો આખી ઘટના સામે આવી ગઈ.
કેસ ઘણો જ ગુંચવાયેલો હતો. ભિવાડી ASP અતુલ સાહૂએ કહ્યું- આ આખો કેસ ઘણો જ ગુંચવાયેલો હતો. ઘટનાસ્થળેથી અમને કોઈ વધુ પુરાવા મળ્યા નહોતા. અનેક લોકોની પૂછપરછ અને ટેક્નિકલ મદદથી અમે સગીરા સુધી પહોંચ્યા છીએ. પૂછપરછ કરી ત્યારે આ સમગ્ર હકિકત પરથી પર્દાફાશ થયો છે. આ ઘટના સામે આવ્યા બાદ સગીરાની અટકાયત કરીને તેને અલવરના નારી નિકેતનમાં મોકલી દેવાઈ છે. સગીરાએ વિક્રમ સિંહ સહિત ત્રણ લોકો વિરૂદ્ધ સોમવારે રેપનો કેસ નોંધાવ્યો છે.