પત્નીએ તેના પ્રેમી સાથે મળીને અડચણરૂપ બનતા પોતાના પતિ સાથે જે કર્યું તે જાણીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે…
જયારે બે પ્રમી જોડાઓ એકબીજાના ના થઇ શકે તો તે ગમે તે પગલું ભરી શકતા હોય છે. આવા કેટલાય બનાવો દિવસે અને દિવસે વધી રહ્યા છે. હાલમાં એક એવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળીને તેના જ પતિની હત્યા કરી દીધી છે.
આ કિસ્સો ૧૬ મેં ના રોજ બન્યો હતો જે ઓલપાડના ઉમરાછી ગામનો છે.અહીંયા રહેતા પૂર્વ સરપંચ અને હાલમાં વકીલનું કામ કરતા વીરેન્દ્રસિંહનું ૧૬ મેં ના રોજ મૃત્યુ થઇ ગયું હતું. એ સમયે તેમના પત્ની ડિમ્પલે એવું જણાવ્યું હતું કે તેમના પતિ રાત્રે પાણી પીવા જતા હતા અને ત્યારે જ ધાબા પરથી પડી જવાથી તેમનું મૃત્યુ થઇ ગયું છે.
ત્યારપછી આ ઘટના વિષે પોલીસને પણ જાણ કરી હતી અને પરિવારના લોકોને પણ પત્ની પર શંકા હતી.તો પોલીસે વધારે તપાસ ચાલુ કરી અને તેમાં ડિમ્પલની પુછપરછમાં વધારે જાણવા મળ્યું હતું. આ મહિલા ગાંધી કુટિરનું સંચાલન કરતા હતા અને તેમને અમદાવાદના હેમંત નામના વ્યક્તિ સાથે પ્રેમ સબંધ હતો.
એ સમયે બંનેને પ્રેમ સબંધમાં વિરેન્દ્રસિંહ ઘણી વખતે અડચણ રૂપ બનતા હતા અને તેથી જ પત્નીએ તેના પ્રેમી હેમંત સાથે મળીને આ પગલું ભર્યું હતું.જેમાં પ્રેમી અડધી રાત્રે આવ્યો અને માર મારીને જતો રહ્યો હતો અને પછી પત્નીએ એવું જ કહ્યું કે તે પાણી પીવા માટે ગયા અને નીચે પડી જતા તેમનું મૃત્યુ થઇ ગયું હતું. આ ઘટના બન્યા પછી પરિવારના લોકોમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી. આખા ગામમાં પણ માતમ છવાઈ ગયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાત બુલેટિન વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.