છેલ્લા ૪ વર્ષથી આ પરિવારમાં કોઈ સંતાન નહતું અને હાલમાં આ મહિલાએ એક સાથે 4 બાળકોને જન્મ આપ્યો તો આખા પરિવારમાં ખુશીઓની બમણી લહેર આવી ગઈ…
જયારે પરિવારમાં બાળકોનો જન્મ થાય છે તો આખા પરિવારના લોકો ખુબ જ ખુશ થઇ જતા હોય છે. આજે આપણે એક એવા જ પરિવાર વિષે જાણીએ જે પરિવારમાં ખુબ જ મોટી ખુશી સામે આવી છે. અહીંયા એક મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે અને તેથી જ આખા પરિવારની ખુશીઓ બમણી થઇ ગઈ છે.
આ પરિવાર રાજસ્થાનના અજમેરનો છે અહીંયા રહેતી એક મહિલાએ એક સાથે ૪ બાળકોને જન્મ આપ્યો છે. આ મહિલા બે વર્ષથી બીમાર હતી અને તેને બાળકો નહતા તો હાલમાં ઝનાના હોસ્પિટલમાં મહિલાએ એક સાથે ૪ બાળકોને જન્મ આપ્યો છે. જેમાં બે દીકરાઓ છે અને બે દીકરીઓ છે.
આ બાળકોના જન્મ પછી તેમની સારવાર ચાલુ છે.અજમેરના હંતુડી ગામમાં રહેતા ફરીદા નામની મહિલાએ આ ચાર બાળકોને જન્મ આપ્યો છે અને આ બાળકોના જન્મ પછી આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે.
કેમ કે આખો પરિવાર છેલ્લા ચાર વર્ષથી બાળકોનો જન્મ થાય તેની માટે રાહ જોઈ રહ્યા હતા જે હાલમાં ખુશી પરિવારમાં આવી છે અને આખો પરિવાર પણ આ બાળકોથી ખુબ જ ખુશ છે.બે દિવસ પહેલા ફરીદાને જનાના હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
અને તેને સોમવારે દુખાવો થતા તેને રાત્રે જ એ બાળકને જન્મ આપ્યો હતો અને પછી ચારેય બાળકોને જન્મ આપ્યો હતો. બાળકો થોડા બીમાર હોવાથી તેમની સારવાર ચાલુ રાખવામાં આવી હતી. પરિવારમાં છેલ્લા ૪ વર્ષથી કોઈ બાળક નહતું અને એટલે પરિવારમાં એટલી ખુશી નહતી પણ આ મહિલાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો તો પરિવારમાં ખુશીઓ ચાર ગણી થઇ ગઈ હતી.