અમદાવાદની દીકરીની વ્હારે આવ્યો બોલીવુડનો આ સુપરસ્ટાર- એકટરના એક ટ્વીટથી દોડતી થઇ અમદાવાદ પોલીસ
અમદાવાદની એક દીકરીની મદદે માટે અભિનેતા વરુણ ધવન સામે આવ્યો છે. જેમાં જાણકારી સામે આવી છે કે, એક પીડિત દીકરી દ્વારા મદદ માંગવામાં આવી હતી. તેમાં તેને જણાવ્યું હતું કે, એક દારૂડિયો તેને અને તેની માતાને ભૂખ્યા-તરસ્યા રાખીને માર મારે છે, જેના લીધે તેને ટ્વીટર પર ટ્વીટ કરીને મદદની માંગણી કરી હતી.
ત્યાર બાદ આ ટ્વીટ પર વરુણ ધવન દ્વારા અમદાવાદ પોલીસને ટ્વીટ કરીને મદદની માંગણી કરવામાં આવી હતી. તેની સાથે વરુણ ધવનની ટીમ પણ પીડિત પરિવારની મદદ માટે પોતાની ટીમ મોકલી દીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદના હાથીજણ પાસે વિવેકાનંદનગર આવેલ છે તેમાં રહેનાર એક પરિવાર હાલ ચર્ચાનો વિષય બની ગયો ગયો છે. વિવેકાનંદનગરમાં રહેનાર એક દારૂડિયો દારૂના નશામાં ધૂત પોતાની પત્ની અને દીકરીને માર મારી રહ્યો હતો. જયારે દારૂના લીધે પરિવારની સ્થિતિ બગડી ગઈ હતી.
આ કારણોસર પીડિત દીકરી દ્વારા ટ્વીટર પર મદદ માંગવામાં આવી હતી. આ પીડિત દીકરીએ 22 મેના રોજ એક ટ્વીટ કરી હતી. તેમાં તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ‘મારા પિતા મારી અને મારી માતાને દરરોજ માર મારે છે. જ્યારે તે અમને જમવા પણ આપતા નથી અને ગંદી ભાષામાં વાત પણ કરે છે. એક વખત મારી માતા દ્વારા દારૂની બોટલ નાખી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેને ચારથી પાંચ લાફા મારી દીધા હતા. આ સિવાય મને અને મારી માતાને મારા પિતા બાંધીને પણ રાખતા હતા.
એવામાં અભિનેતા વરુણ ધવનના નજર આ ટ્વીટ પડી ગઈ હતી. અને આ પીડિત દીકરીની ટ્વીટને રાત્રે બે વાગ્યા રિપ્લાય આપીને અમદાવાદ પોલીસને મદદ માટે ટેગ પણ હતા. તેની સાથે દીકરીની મદદ માટે વરુણ ધવન દ્વારા પોતાની ટીમને પણ મોકલવામાં આવી હતી. વરુણ ધવન દ્વારા આ મામલામાં પોલીસ કર્મચારીઓ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. આ સિવાય આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યા સુધી તે આ દીકરીની મદદ માટે ઉભા રહેશે.
વરુણ ધવનની ટીમ દ્વારા દીકરીની મદદ કરીને તેને ખાવાનુ પણ મોકલવામાં આવ્યું હતું. સમસ્યાનું ભલે નિરાકારણ આવી ગયું હોય, પરંતુ વરૂણ ધવનની ટીમ દરરોજ એક વખત ફોન કરીને દીકરી અને તેના પરિવારની પરીસ્થિતિ વિશે જાણ લેતા રહે છે. તેમને જણાવ્યું છે કે, આ મામલામાં અમારાથી થાય તેટલી મદદ કરવામાં આવશે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, અમદાવાદ પોલીસ પીડિત દીકરીની મદદે માટે તાત્કાલિક દોડી ગઈ હતી. અમદાવાદ પોલીસ દ્વારા તેના પરિવારને બનતી મદદ કરવામાં આવી હતી. જ્યારે દારૂડિયા પિતા સામે કાર્યવાહી કરાઈ હતી. તેને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો. આ રીતે પરિવાર દારૂડિયા વ્યક્તિના ત્રાસથી છુટી ગયો હતો.