તલાટીની નોકરી કરતી ગુજરાતની આ અપંગ દીકરીએ નાયબ કલેકટર બનીને પોતાના પંખીના માળા જેવડા ગામનું નામ રોશન કર્યું.
જો વ્યકતિ પોતાના પર ભરોસો રાખે તો તેને જરૂરથી સફળતા મળે છે. આજે અમે તમને ગુજરાતની એક એવી જ દીકરી વિષે જણાવીશું કે જેમના વિષે જાણીને તમને પણ અંદરથી કઈ કરવાનો જુસ્સો આવી જશે. આ દીકરીનું નામ શાંતિબેન છે અને તે જન્મથી જ દિવ્યાંગ છે.
શન્તિબેન માધાપરના ચોબારીના રહેવાસી છે. તેમને પોતાનો પ્રાથમિક ત્યાંજ પૂરો કર્યો.અપંગ હોવા છતાં શાંતિબેને કયારેય પોતાની જાતને બીજાથી ઓછીના માનતા અને તેમનામાં પહેલાથી જ કઈ કરવાનો જુસ્સો હતો.
શાંતિબેન કોલેજના બીજા વર્ષમાં આવ્યા ત્યારે તેમને તલાટીની પરીક્ષા પાસ કરીને પોતાના પરિવારનો સહારો બન્યા હતા અને કોલેજ પુરી કર્યા પહેલા જ તેમની પાસે નોકરી હતી. એના પછી તેમને પોતાની તૈયારી શરૂ રાખી.
તેમને ઘણીં પરીક્ષાઓ પાસ કરી અને પછી તેમને GPSC પાસ કરીને અધિકારી બનવાનું નક્કી કર્યું તેમને પોતાની પહેલી પરીક્ષા આપી તો તે તેમાં ફક્ત ૮ માર્કથી રહી ગયા. તેમની બીજી ટ્રાય કર્યો પણ તે તેમાં થોડા માટે આવતા આવતા રહી ગયા તેમની સાથે ગણી પરીક્ષાઓમાં આવું થયું કે તે આવતા આવતા રહી ગયા.
પણ તેમને હાર માનવાની જગ્યાએ મહેનત શરૂ રાખી અને પોતાની જ નોકરી માંથી મોટીવેશન લેતા રહ્યા. અને આખરે GPSC પાસ કરીને નાયબ કલેકટરની પોસ્ટ મેળવીને પોતાનું સપનું પૂરું કર્યું સાથે સાથે પંખીના માળા જેવડા ગામનું નામ આખા રાજ્યમાં રોશન કર્યું.