google-site-verification: googlec8654436f05b508b.html

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: વડોદરાના પાદરામાં રમતા-રમતા અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા ચાલ્યો ગયો ત્રણ વર્ષની લાડલીનો જીવ, માતાની હાલ રડી રડીને બેહાલ

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: વડોદરાના પાદરામાં રમતા-રમતા અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતા ચાલ્યો ગયો ત્રણ વર્ષની લાડલીનો જીવ, માતાની હાલ રડી રડીને બેહાલ

એક ખતરાની ઘંટી સમાન સૌ કોઈને રડાવી દેતો બનાવ બન્યો છે. એક આવો જ માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના પાદરામાં એક ત્રણ વર્ષની બાળકી પાણીની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં ડૂબી જતા મોત થયું હતું. આ આઘાતજનક બનાવને પગલે પરિજનો પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે. આ બનાવ અંગે પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

લોકોનાં ટોળા એકઠા થઈ ગયા. પાદરાના ગાયત્રી મંદિર પાસે આવેલી કરિશ્મા સોસાયટીમાં ત્રણ વર્ષની હેતાંશી રવિકુમાર સોલંકી નામની બાળકી રમતા રમતા ઘરની અંદરના ભાગમાં આવેલી અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં પડી હતી.

પાણીની ટાંકીમાં ડૂબી જવાથી માસૂમનું મોત નીપજ્યું હતુ. ઘટનાને પગલે હેતાંશીના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતુ. હેતાંશીને પાણીમાં પડતાની જાણ થતાં જ ઘર પરિવારના સભ્યએ હેતાંશીને બહાર કાઢી હતી. પરંતુ, ત્યાં સુધીમાં માસૂમ હેતાંશીનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકોનાં ટોળા એકઠા થયા હતા.

પરિવારો સામે લાલબત્તી સમાન કિસ્સો છે. ઉલ્લેખનીય છે કે, ઘરમાં નાના બાળકો રમતા હોય તેવા સમયમાં અન્ડર ગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ રાખતા પરિવારો સામે લાલબત્તી સમાન કિસ્સો છે.

ઘરમાં અન્ડરગ્રાઉન્ડ ટાંકીનું ઢાંકણું ખુલ્લુ રાખવુ એ બાળક વાળા પરિવાર માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. આ પહેલા પણ અનેક આ પ્રકારના કિસ્સા સામે આવી ચૂક્યા છે. પાદરામા ચકચાર જગાવનાર આ બનાવ અંગે પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *