google-site-verification: googlec8654436f05b508b.html

ફરવા જાવ ત્યારે ભાડે રહેવા લાયક ટોચના દસ રમણીય પ્રવાસ સ્થળ, આ સ્થળો એવા છે કે એક વાર ગયા એટલે બીજી વાર જાવા નું મન થશે

ફરવા જાવ ત્યારે ભાડે રહેવા લાયક ટોચના દસ રમણીય પ્રવાસ સ્થળ, આ સ્થળો એવા છે કે એક વાર ગયા એટલે બીજી વાર જાવા નું મન થશે

ઔરા હાઉસ, બાલી ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં આયુંગ નદીના કાંઠે વેસ્ટ બેન્ક પર વાંસનું આ મકાન ફરવા આવેલા પ્રવાસી માટે અદભુત સ્થળ છે. વ્યસ્ત શહેરી જીવનથી કટ થવા માંગતા લોકો માટે ઔરા હાઉસનું વાતાવરણ એકદમ પરફેક્ટ છે.

વિલા કાસા એકેટિલેડો, એન્ડેલુસિયા, સ્પેન
સ્પેનમાં સેલોબ્રેના ખાતે ગૌડી પ્રેરિત કાસા એકેન્ટિલેડો સમુદ્રનો અદભુત વ્યુ આપે છે. જો સ્પેનમાં સમુદ્રનો અદભુત વ્યુ લેવા માંગતા હોવ તો તમારે આ સ્થળે રોકાણ કરવું જ રહ્યું. આ સ્થળે અસાધારણ કુદરતી સૌંદર્ય પ્રવર્તે છે. અહીં ગાર્ડન, ઓપન ટેરેસ, બાર્બેક્યુ અને આઉટડોર શાવર છે.

એકલિપ્સ, વેસ્ટ નુસા ટેન્ગરા, ઇન્ડોનેશિયા
ઇન્ડોનેશિયામાં કસ્ટમ થ્રી લીફ ક્લવર શેપ્ડ ઇન્ફિનિટી એજ પુલ જાણે દરિયામાંથી બહાર આવ્યો હોય તેવો લાગે. તેથી જ આ સ્થળને વિશ્વપ્રસિદ્ધ સ્થળમાં ગણવામાં આવે છે. સરરિયલિસ્ટ આર્ટિસ્ટ વૂલ્ફગેંગ વિડમોસર દ્વારા પ્રેરિત લકઝરી ડોમ તમને રાજાશાહી સગવડ પૂરી પાડે છે.

રોન્ડેવુ લેન્ડ યાટ, ટેક્સાસ, અમેરિકા
ટેક્સાસની આ બોટમાં બ્રેક લેવા જેવો છે. ટેક્સાસમાં આ સ્થળ કેમ્પસાઇટથી ખૂબ જ દૂર છે. તેની આસપાસ કશું જ નથી. જો કોઈ વ્યક્તિ ચિંતા કર્યા વગર અહીં ખુલ્લામાં રહીને પણ કપડા બદલે તો પણ તેને વાંધો આવે તેમ નથી. હા સાથે-સાથે સ્ટીયરિંગ વ્હીલ ફેરવીને બોટ ચલાવવાનો આનંદ પણ માણી શકો છો.

દરિયા પર આર્ટિસ્ટ ટાવર, પ્રોવિન્સિયા ડી બોકાસ ડેલ ટોરો, પનામા
એડવન્ચર ટ્રાવેલરોના શોખીનો માટે પનામામાં આવેલું આ સ્થળ એકદમ પરફેક્ટ છે, એમ તેના યજમાનનું કહેવું છે. તેઓ આ પ્રોજેક્ટ પર વર્ષોથી કામ કરી રહ્યા છે. પણ પૂરો કરી શક્યા નથી. આ સ્થળને એકદમ આર્ટિસ્ટિક લૂક આપવામાં આવ્યો છે. કલાકારો માટે આ પ્રિય સ્થળ બની શકે છે.

લીફી ગ્રીન્સ, ચિયાંગ માઇ, થાઇલેન્ડ
થાઇલેન્ડમાં ઓર્ગેનિક ગાર્ડન, આઉટડોર બાર્બેક્યુ અને એર કંડિશનિંગ જેવું લાગતું બિનપરંપરાગત મશરુમ જેવું મકાન લીફી ગ્રીન્સ તરીકે જાણીતું છે. પ્રારંભમાં આ પ્રકારના મકાનને મેડિટેશન સેન્ટર તરીકે બનાવાયા હતા. આ પ્રકારના મકાન ફ્લાવર્સ અને વૃક્ષોથી ભરેલા હોય છે.

એલિયાન્ઝ લોફ્ટ, હેરેડિયા, કોસ્ટારિકા
સાન જોસનું કોઈ જબરજસ્ત સ્થળ હોય તો તે આ સ્થળ છે, એમ કોસ્ટારિકાના રીવ્યુમાં લખાયું છે. આ અનોખુ મકાન સ્થાપત્યપ્રેમીઓ, રોમેન્ટિક ડેટ તથા ક્વોલિટી ટાઇમ વીતાવવા માંગનારાઓ માટે જબરજસ્ત છે. હોટ ટબ, ફાયર પિટ, બાસ્કેટ બોલ કોર્ટ, બાર્બેક્યુ અને સસલા સાથે પ્રાઇવેટ ગાર્ડન છે.

ધ કાઉ શેડ, સફોક, ઇંગ્લેન્ડ
ઇંગ્લેન્ડમાં સફોક ખાતે કેમ્પિંગ દરમિયાન રોકાણ કરવા માંગનારાઓ માટે કાઉ શેડ અનોખું સ્થળ છે. તેમા ગ્રાઉન્ડ ફ્લોર પર ડબલબેડ છ. તેના ફીચર્સમાં પોનીસ, આલ્પાકાસ અને ગોટ યોગાનો સમાવશ થાય છે. અહીં આવનારા પ્રવાસીને ખેતી કરવી હોય તો તેવી તક પણ અપાય છે. ડાઇનિંગ માટે મહેમાન બાર્બેક્યુ ભાડે લઈ શકે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *