ગુજરાત માં બને છે અઢી લાખની મોંઘીદાટ પેન,26 દેશો માં એક્સપોર્ટ થાઈ છે આ પેન.. જુઓ તસવીરો
આજની આધુનિક સદીમાં કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ ઉપરાંત મોબાઇલ લેખનકાર્ય ભુલાવી દીધું છે. ત્યારે પણ અનેક એવા લોકો છે કે જે લેખનકાર્યના શોખીન છે અને કેટલાક પ્રોફેશનલી વર્કથી જાેડાયેલા છે. ત્યારે જામનગરમાં સાડા પાંચ હજારથી અઢી લાખની અવનવી ફાઉન્ટન પેન બનાવવામાં આવે છે. જેને ખરીદનારો અને લોકોને ભેટમાં આપનારો વર્ગ પણ છે.
જામનગરના ભાનુશાળી પરિવારના શિવલાલ કનખરાના વંશજાે હિરેનભાઈ કનખરા, હાર્દિકભાઈ કનખરા, કૃણાલભાઈ કનખરા અને ધરમભાઈ કનખરા દેશ-વિદેશમાં ફાઉન્ટન પેન બનાવી વેચાણ કરી રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં સૌપ્રથમ લાકડામાંથી ફકત ૬૫ રૂપિયાની કિંમતની બોલપેન બનાવી હતી.
ત્યારબાદ ત્રણ ચાર વર્ષની મહેનત બાદ એક્રેલિકની સારી ક્વોલિટીની આકર્ષક રોલર બોલપેન બનાવી એક્ઝિબિશન કરીને ભારતની બહાર જર્મની, હોંગકોંગ, દુબઈ અને અમેરિકા સહિતના અન્ય દેશોમાં આ પેનનું ભારતીય ચલણ મુજબ ૨૦૦ રૂપિયાની કિંમતે વેચાણ કર્યું હતું.
વર્ષ ૨૦૦૦થી પેન બનાવવાની શરૂઆત કર્યા બાદ એક પછી એક સફળતાના શિખરો તરફ ડગ માંડતા સપ્ટેમ્બર, ૨૦૧૩માં પોતાની બ્રાન્ડ બનાવવાનું નક્કી કર્યું અને મેગનાકાર્ટાની શરૂઆત કરી હતી. ૨૦૧૪થી પોતાની બ્રાન્ડથી એક્સપોર્ટ કવોલિટીની અલગ-અલગ વેરાઈટીવાળી ૬ ડિઝાઇનની ફાઉન્ટેન પેન બનાવી હતી.
પેનની દુનિયામાં ઉતરોતર અવનવી ડિઝાઈન અને માર્કેટ મુજબ લોકોની જરૂરિયાતો પ્રમાણે ખાસ માર્કેટ કરતાં અલગ જ પેન બનાવવાની શરૂઆત કરી હાલમાં સાડા પાંચ હજારથી માંડી અઢી લાખ સુધીની જુદી – જુદી ૪૦વેરાયટીઓની ફાઉન્ટન પેન બનાવી રહ્યા છે.
જામનગરના આ પરિવાર દ્વારા બનાવવામાં આવતી ફાઉન્ટન પેન માં મુખ્યત્વે ભગવાનના કૃતિની કૃતિઓ વાળી પેન લોકો વધુ પસંદ કરી રહ્યા છે. દુંદાળા દેવ ગણપતિ ઉપરાંત સાઇબાબા, શ્રીનાથજી, મારુતિ નંદન, તિરુપતિ બાલાજી સહિતના ભગવાન ની કૃતિ વાળી પેનો બનાવવામાં આવે છે.
જેની કિંમત ૪૧,૦૦૦ થી માંડીને ૯૯,૦૦૦ હોય છે. જામનગરથી સમુદ્ર પાર ૨૬થી વધુ દેશોમાં ફાઉન્ટન પેન એક્સપોર્ટ કરી વેચાણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ જામનગરથી અઢી લાખની કિંમતી અનોખી રામ મંદિરની પ્રતિકૃતિવાળી હનુમાન પેન બનાવવામાં આવી છે.