google-site-verification: googlec8654436f05b508b.html

યુપી PUBG હત્યાકાંડ ખુલાસો : માતા 10 કલાક સુધી જીવતી હતી, રાત્રે 2 વાગ્યે પુત્રએ ગોળી મારી, બપોરે 12 વાગ્યા સુધી માતા તડપતી રહી, પરંતુ દીકરાએ…

યુપી PUBG હત્યાકાંડ ખુલાસો : માતા 10 કલાક સુધી જીવતી હતી, રાત્રે 2 વાગ્યે પુત્રએ ગોળી મારી, બપોરે 12 વાગ્યા સુધી માતા તડપતી રહી, પરંતુ દીકરાએ…

લખનઉમાં PUBG હત્યાકાંડમાં માતાની હત્યા કરનાર સગીર પુત્રએ કબૂલાત કરી છે કે તેણે રાત્રે 2 વાગ્યે માતાને ગોળી મારી હતી, પરંતુ તે બપોરે 12 વાગ્યા સુધી જીવતી રહી હતી. તે માતાના મૃત્યુની રાહ જોતો હતો એને વારંવાર દરવાજો ખોલતો અને માતાને તડપતી જોઈ રહ્યો હતી. પછી તે રૂમને બંધ કરી દેતો હતો.

એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એટલે કે ADCP કાશિમ આબ્દીએ જણાવ્યું કે સાધના સિંહની હત્યા કરનાર 16 વર્ષના પુત્રની ફરી પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તેણે જણાવ્યું કે 4 જૂન શનિવારની રાત્રે તે તેની માતા સાથે સૂઈ ગયો હતો. એક જ રૂમમાં પિસ્તોલ કબાટમાં રાખવામાં આવી હતી. માતાના માથા નીચેથી ચાવી કાઢીને 2 વાગે કબાટમાંથી પિસ્તોલ કાઢી હતી. પિસ્તોલ સાથે જ ગોળીઓ પણ રાખવામાં આવી હતી. ગોળી લોડ કરતી વખતે હાથ ધ્રૂજતા હતા, કારણ કે તેણે આ પહેલા ક્યારેય પિસ્તોલ ચલાવી ન હતી.

માતાને ગોળી મારી દીધી. હાથ ધ્રૂજવાને કારણે ત્રણ ગોળીઓ જમીન પર પડી ગઈ હતી. આ પછી તે પિસ્તોલ લઈને માતાના રૂમમાં ગયો. પથારીની જમણી બાજુએ માતાની સાથે 10 વર્ષની બહેન પણ સૂતી હતી.

માતાના માથામાંથી લોહી વહી રહ્યું હતું. તેણે પિસ્તોલ માતાના કાનની જમણી બાજુએ મૂકી અને આંખો બંધ કરીને ટ્રિગર દબાવ્યું. ગોળીનો અવાજ સાંભળીને બહેન ગભરાઈ ગઈ હતી. પરંતુ ખૂનીએ તેનું મોઢું દબાવી દીધું હતુ. કારણ કે, ગોળી વાગતાની સાથે જ માતાના માથામાંથી લોહી વહી રહ્યું હતું. આ પછી તે તેની બહેન સાથે બીજા રૂમમાં ગયો અને આ રૂમનો દરવાજો બંધ કરી દીધો.

10 કલાકમાં 8 વખત માતાને તડપતી જોઈ, 12 વાગે અંતિમ શ્વાસ લીધા. હત્યારા પુત્રએ પોલીસને જણાવ્યું કે ગોળી વાગ્યા બાદ માતા પલંગ પર તડપી રહી હતી. એ જ હાલતમાં છોડીને તે બહેનને લઈને બીજા રૂમમાં જતો રહ્યો હતો. બીજી ગોળી મારવા માંગતો ન હતો. તેથી તે તેની માતાના મૃત્યુની રાહ જોતો હતો. દર કલાકે રૂમમાં જાતો હતો અને માતાને તડપતી જોઈ રહ્યો હતો. પરંતુ એક વખત પણ તેણે વિચાર્યું નહીં કે તેનો જીવ બચાવી શકાયો હોત.

તેથી જ તે નજીક જઈને નાક પર હાથ મૂકીને જોતો હતો કે શ્વાસ બંધ થયા કે નહીં. 10 કલાકમાં 8 વખત તેના શ્વાસ તપાસ્યા હતા. બપોરે 12 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. બપોરે 12 વાગે તે છેલ્લી વાર ગયો ત્યારે માતાના શરીરમાં કોઈ હલચલ નહોતી. શ્વાસ અટકી ગયા હતા. ત્યારે પુત્રને ખાતરી થઈ ગઈ કે હવે માતાનું મૃત્યું થઈ ગયું છે.

ઘરની બાજુમાં જ સૌથી મોટી હોસ્પિટલ હતી, જીવ બચાવી શકાયો હોત.ADCPનું કહેવું છે કે સાધનાના ઘરથી PGI હોસ્પિટલનું અંતર 2 કિલોમીટર હશે. ગોળી માથામાંથી આરપાર નીકળી ગઈ હતી. જો તેને સમયસર સારવાર મળી હોત તો તેનો જીવ બચી ગયો હોત. ADCPનું કહેવું છે કે જ્યારે આરોપી પુત્રએ આ માહિતી આપી હતી. ત્યારે ગુસ્સાની સાથે સાથે અફસોસ પણ હતો કે જો કોઈ હોત તો તે પોલીસને જાણ કરી હોત.

3 દિવસ સુધી મૃતદેહને ઘરમાં છુપાવીને રાખ્યો. માતાની હત્યા કર્યા બાદ હત્યારા પુત્રએ મૃતદેહને 3 દિવસ સુધી ઘરમાં છુપાવીને રાખ્યો હતો. પોલીસે જણાવ્યું કે 5 જૂનની સવારે બહેન રૂમમાં પુરીને તે માતાની સ્કૂટી લઈને બહાર ગયો. સાંજે એક મિત્રને ફોન કર્યો. બહેનને બીજા રૂમમાં બંધ કરીને મિત્રની સાથે પાર્ટી કરી. જ્યારે મિત્રએ માતા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે દાદી પાસે ગઈ છે.

6 જૂનના રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ બહેને કહ્યું કે તેને ભૂખ લાગી છે. આ અંગે તે પાડોશીના ઘરે ગયો હતો. કહ્યું કે મા દાદીના ઘરે ગઈ છે. મને ખાવાનું બનાવતા નથી આવડતુ. બહેન ભૂખી છે. પાડોશીએ ખાવાનું આપ્યું. તેને ઘરે લઈ ગયો. સાંજે 5 વાગ્યે બીજા મિત્રને ફોન કરીને બોલાવ્યો હતો.

આ પછી, મંગળવાર, 7 જૂનની સાંજ સુધીમાં, ઘરની અંદર ખુબ જ દુર્ગંધ ફેલાઈ ગઈ. તેને લાગ્યું કે હવે આ ઘટના છુપાવવી મુશ્કેલ છે. આ અંગે સાંજે 7 વાગે તેણે તેના પિતા નવીનને ફોન કરીને હત્યાની જાણ કરી હતી.

પિતાએ કહ્યું- હું ઈચ્છું છું કે મારો પુત્ર જીવનભર જેલના સળિયા પાછળ રહે, આ મામલામાં નવીનની માતા નીરજા દેવીએ પૌત્ર વિરુદ્ધ પુત્રવધૂની હત્યાનો કેસ દાખલ કર્યો છે. આરોપી પુત્રને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યો છે. હત્યા કરાયેલા પુત્રના લશ્કરી પિતા નવીન રડતા- રડતા કહે છે, “દરેક માણસ ઇચ્છે છે કે તેના બાળકો હસતા-રમતા જીવન વીતાવે. પરંતુ, હું ઇચ્છું છું કે મારો પુત્ર જીવનભર જેલના સળિયા પાછળ રહે. આ દરેક પુત્ર માટે એક પાઠ હશે. જેથી કોઈ પોતાની માતાની હત્યા કરશે નહીં. પુત્રને તેના ગુનાની પુરી સજા મળવી જોઈએ. આ માટે તમામ પ્રયાસો કરશે.”

બહેનની હત્યાનો પ્રત્યક્ષ સાક્ષી, પિતા નવીને જણાવ્યું કે 10 વર્ષની દીકરીએ બધું પોતાની આંખોથી જોયું છે. તે કોર્ટમાં પ્રત્યક્ષદર્શી સાક્ષી તરીકે હાજર થશે. દીકરી આ માનસિક આઘાતમાંથી બહાર આવશે, તેથી તે તેને પોતાની સાથે રાખશે.

પરિવાર લખનઉમાં હતો, પિતા પ.બંગાળમાં પોસ્ટીંગ પર હતા. વારાણસીના રહેવાસી નવીન કુમાર સિંહ આર્મીમાં જુનિયર કમિશન્ડ ઓફિસર છે. તેમની પોસ્ટિંગ પશ્ચિમ બંગાળમાં છે. લખનઉના પીજીઆઈ વિસ્તારની યમુનાપુરમ કોલોનીમાં તેમનું ઘર આવેલું છે. અહીં તેમની પત્ની સાધના (40 વર્ષ) તેના 16 વર્ષના પુત્ર અને 10 વર્ષની પુત્રી સાથે રહેતી હતી.

પુત્રએ મંગળવારે રાત્રે તેના પિતા નવીનને વીડિયો કોલ કરીને જણાવ્યું કે તેણે માતાની હત્યા કરી છે. તેણે પિતાને માતાનો મૃતદેહ પણ બતાવ્યો હતો. આ મામલામાં જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, તેમાં ગુસ્સે થયેલા પુત્રએ તેની માતાને PUBG રમવા ન દેવા માટે ગોળી મારી દીધી હતી. ત્રણ દિવસ સુધી તેણે તેની માતાના મૃતદેહને ઘરમાં જ છુપાવીને રાખ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *