વાઇરસનો આતંક શરૂ, સ્વાઈન ફ્લૂથી ગુજરાતમાં દેશનું પ્રથમ મો’ત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો
દેશમાં સ્વાઈન ફૂલના કુલ 20 કેસ નોંધાયા
2016થી 2022માં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી 739 મોત
ગુજરાતમાં કોરોના સાથે સ્વાઈન ફ્લૂનો આતંક શરૂ થયો છે. જેમાં સ્વાઈન ફ્લૂથી ગુજરાતમાં દેશનું પ્રથમ મોત થયુ છે. તેમા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો થયો છે. જેમાં દેશમાં સ્વાઈન ફૂલના કુલ 20 કેસ નોંધાયા છે. તથા 2016થી 2022માં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી 739 મોત થયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટમાં ખુલાસો
ગુજરાતમાં વર્ષ 2022ના ચાર મહિનાના અરસામાં સ્વાઈન ફલૂના કારણે પ્રથમ મોત નોંધાયું છે. ગુજરાતમાં માત્ર એક કેસ નોંધાયો છે, જેમાં દર્દીનું મોત થયું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે બહાર પાડેલા રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. ગુજરાત સિવાય દેશના અન્ય રાજ્યમાં ક્યાંય સ્વાઈન ફલૂથી મોતનો કિસ્સો નોંધાયો નથી. આમ દેશમાં સ્વાઈન ફલૂથી પ્રથમ મોત ગુજરાતમાં નોંધાયું છે. દેશમાં કુલ 20 કેસ નોંધાયા છે. ગત વર્ષ 2021માં ગુજરાતમાં સ્વાઈન ફલૂના 33 કેસ નોંધાયા હતા, જે પૈકી બે દર્દીનાં મોત થયાં હતાં.
2016થી 2022માં ગુજરાતમાં સ્વાઈન ફ્લૂથી 739 મોત
કોરોનાની એન્ટ્રી પછી દેશભરમાં સ્વાઈન ફલૂના કેસમાં ઘટાડો નોંધાયો હતો. એકંદરે ગુજરાતમાં 2016થી અત્યાર સુધીમાં એટલે કે છ વર્ષ ને ચાર મહિનામાં 739 દર્દીનાં સ્વાઈન ફલૂમાં મોત થયા છે. કેન્દ્ર સરકારના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડેટા પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2016થી એપ્રિલ 2022 સુધીમાં 739 દર્દીએ સ્વાઈન ફલૂના કારણે દમ તોડયો છે. વર્ષ 2020માં ગુજરાતમાં સ્વાઈન ફલૂના કુલ 55 કેસ નોંધાયા હતા, જે પૈકી બે દર્દીનાં મોત થયાં હતા.
સ્વાઈન ફ્લૂથી ગુજરાતમાં દેશનું પ્રથમ મોત
અલબત્ત, કોરોના પહેલાં એટલે કે વર્ષ 2019માં ગુજરાતમાં 4,844 કેસ નોંધાયા હતા, જે પૈકી 151 દર્દીનાં મોત થયાં હતા, સૌથી વધુ મોત અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નોંધાયા હતા. તાવ, ઉલટી, શરદી-ખાંસી, ઠંડી લાગવી, ગળામાં ખારાશ, પેટમાં દુઃખાવો એ સ્વાઈન ફલૂના લક્ષણો છે.