Anant-Radhika ના લગ્નમાં આવ્યો નાઈઝીરિયન સિંગર રેમા, જેનું એક ગીત 100 કરોડ વાર જોવાયું
Anant-Radhika : અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન 12 જુલાઇ 2024ના રોજ થશે. આ લગ્નમાં દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં મહેમાન મુંબઇ આવશે. Anant-Radhika ના લગ્ન મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં થશે.
આ લગ્નમાં દુનિયાભરના દિગ્ગજ ઉદ્યોગપતિ, ફિલ્મ સ્ટાર, ક્રિકેટર, નેતાઓ અને પ્રખ્યાત લોકો હાજરી આપશે. મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા ખાસ તૈયાર કરવામાં આવેલા કરોડો રૂપિયાની કિંમતના રિટર્ન ગિફ્ટ મહેમાનોને આપવામાં આવશે.
નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અંબાણી પરિવારે આ મોટી ઈવેન્ટ માટે કાર્દાશિયન બહેનો, યુનાઈટેડ કિંગડમના ભૂતપૂર્વ પીએમ બોરિસ જોન્સન અને ગાયકો રેમા અને લુઈસ ફોન્સી જેવી અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓને આમંત્રિત કર્યા છે.
ગ્લોબલ સેન્સેશન રેમા અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે મુંબઇ પહોંચી ગયો છે. ગાયક એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તેનું ક્લેમ ડાઉન ગીત પ્રસિદ્ધ છે, જેને 100 કરોડ જેટલા વ્યુઝ મળ્યા છે. રેમા નાઈજીરિયન ગાયક છે.
2019માં તેના ગીત કામ ડાઉને તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેણે પોતાના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે શાહરૂખ ખાન અને સલમાન ખાનને ઓળખે છે, તેમજ તેને ભારતીય સંસ્કૃતિ વધારે ગમે છે. અંબાણી પરિવારના લગ્નમાં રેમાની હાજરી એ દર્શાવે છે કે આજે રાત્રે જોરદાર સેલિબ્રેશન થશે.
નાઈજીરિયન રેપર્સ પરફોર્મ કરવા માટે ભારત પહોંચી ગયા છે. ગઈકાલે રાત્રે તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક ક્લિપ શેર કરી હતી. તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, રેમા ખાનગી ચાર્ટર્ડ પ્લેન તરફ ચાલતી જોવા મળે છે. તેમણે સંપૂર્ણ કાળો ડ્રેસ પહેર્યો છે અને તેમનો ચહેરો કાળા કપડાથી ઢંકાયેલો છે.
View this post on Instagram
બેકગ્રાઉન્ડમાં તેમનું નવું ગીત વાગી રહ્યું છે. રેમાએ પોસ્ટમાં ભારતીય ત્રિરંગા ઈમોજીનો ઉપયોગ કર્યો હતો. રેમા ઉપરાંત, ‘ડેસ્પેસિટો’ ગાયક લુઈસ ફોન્સી પણ અનંત-રાધિકાના લગ્નમાં હાજરી આપશે અને પરફોર્મ કરશે તેવી અપેક્ષા છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલો અનુસાર, કામ ડાઉન સિંગરે માત્ર એક ટ્રેક પર પરફોર્મ કરવા માટે 25 કરોડ રૂપિયાથી વધુ ફી લીધી છે.
કહેવાય છે કે અનંત અને રાધિકાના સંગીત સેરેમની બાદ આ હાઈપ્રોફાઈલ લોકો હાજરી આપવાના છે. તમને જણાવી દઈએ કે બાદશાહે અનંત-રાધિકાના સંગીતમાં પરફોર્મ કરવા માટે 4 કરોડ રૂપિયા લીધા હતા.
કેટલાક અહેવાલોમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે કેનેડિયન પોપ આઇકોન જસ્ટિન બીબરને ઇવેન્ટમાં પરફોર્મ કરવા માટે રૂ. 82 કરોડ ચૂકવવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા આજે એટલે કે 12 જુલાઈએ મુંબઈના બાંદ્રા કુર્લા સેન્ટર (BKC)માં આવેલા Jio વર્લ્ડ સેન્ટરમાં લગ્ન કરશે. હવે બધા આ કપલના લગ્નના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
વધુ વાંચો: