Nita Ambani એ પતિને છોડીને આ કોની સાથે ડિનર ડેટ પર જવાની વાત કરી?
Nita Ambani : અંબાણી પરિવારની પ્રખ્યાત વ્યકિત અને સફળ બિઝનેસવુમન નીતા અંબાણી ફેશન સેન્સ અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ માટે હંમેશા ચર્ચામાં રહે છે. તાજેતરમાં, તેઓ હાર્વર્ડ પ્રેસ કોન્ફરન્સ-2025માં હાજરી આપવા પહોંચી હતી, જ્યાં એક ખાસ ક્ષણે લીધેલા તેમના નિર્ણયને કારણે તેઓ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
બોલિવૂડ માટે ખાસ પસંદગી
આ ઈવેન્ટના અનેક વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં નીતા અંબાણી વિવિધ વિષયો પર રસપ્રદ ચર્ચા કરી રહ્યા છે. એક રેડિટ યુઝરે શેર કરેલા વીડિયોમાં, Nita Ambani ને હોલીવૂડ અને બોલીવૂડમાંથી એક પસંદ કરવાનું કહેવામાં આવ્યું. તેમણે બેવચકથી વિના બોલીવૂડને પસંદ કર્યું, જે તેમના ભારતીય પ્રેમને દર્શાવે છે.
જ્યારે તેમની ફેવરિટ હિન્દી એક્ટર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે અમિતાભ બચ્ચનનું નામ લીધું. એ જ સાથે, જ્યારે એમને બિલ ગેટ્સ અને બોલિવૂડ એક્ટર રણબીર કપૂરમાંથી એક સાથે ડિનર ડેટ પર જવાની પસંદગી કરવાનું પૂછાયું, તો તેમણે રણબીર કપૂરનું નામ લીધું.
સોશિયલ મીડિયા પર મજેદાર પ્રતિક્રિયાઓ
આ નિર્ણયને લઈને ફેન્સના મજેદાર રિએક્શન જોવા મળ્યા. એક યુઝરે લખ્યું, “નીતા અંબાણીએ રણબીર કપૂરને પસંદ કરીને સાબિત કરી દીધું કે તે પાકી ભારતીય છે!” બીજી તરફ, બીજાએ હસી કાઢતા કહ્યું, “એક તીરથી બે શિકાર – દીકરો પણ ખુશ અને દેશવાસીઓ પણ ખુશ!”
રણબીર કપૂર પર ફરી પસંદગી
જ્યારે એમને રણબીર કપૂર અને રણવીર સિંહમાંથી કોઈ એક પસંદ કરવાનું પૂછાયું, ત્યારે પણ તેમણે રણબીર કપૂરનું જ નામ લીધું. આ નિર્ણય પાછળનું કારણ એ છે કે રણબીર કપૂર તેમના મોટા દીકરા આકાશ અંબાણીનો બેસ્ટ ફ્રેન્ડ છે.
બોલિવૂડ સેલેબ્સ સાથે નજીકના સંબંધો
નીતા અંબાણી બોલિવૂડ સેલેબ્સ સાથે ગાઢ સબંધો ધરાવે છે અને તેમના ઘરના મોટા ભાગના ઈવેન્ટ્સમાં બોલિવૂડ હસ્તીઓ હાજરી આપે છે. જો તમે હજુ સુધી આ વાઈરલ વીડિયો નથી જોયો, તો હવે જ જોઈ લો!