Nita Ambani પીવે છે દુનિયાનું સૌથી મોંઘુ સોનાનું પાણી, 49 લાખની બોટલ..
Nita Ambani : નીતા અંબાણી જે પાણી પીવે છે એનો ગિનીઝ બુકમાં પણ સમાવેશ થયો છે. જે દુનિયાનું સૌથી મોંધુ પાણી છે. અંબાણી પરિવારની વહુ નીતા અંબાણી 49 લાખની બોટલમાં પાણી પીવે છે.
આ પાણીમાં 24 કેરેટ સોનાંના કણો, ફ્રાન્સ અને ફીજીના ઝરણાનું પાણી, ગ્લેસીયરનું પાણી અને 23 કેરેટ સોનાની રજ સામેલ હોય છે. આ પાણી પીવાથી વધારે જવાન દેખાવાય છે. ત્વચા જવાન રહે છે.
અંબાણી ફેમિલી હાલ અનંત અંબાણીની પ્રી-વેડિંગના કારણે ચર્ચામાં છે. ક્રૂઝ પરનું આ સેલિબ્રેશન પુરુ થઈ ગયું છે, પરંતુ તેના વીડિયો અને ફોટા હજુ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
આ દરમિયાન, નીતા અંબાણી તેના મોંઘા શોખના કારણે ચર્ચામાં આવી છે. તાજેતરમાં, તેની પાસે એક અનોખી પાણીની બોટલ જોવા મળી હતી. લોકોએ આ બોટલ વિશે જાણવાનો પ્રયાસ કર્યો, ત્યારે જે માહિતી સામે આવી તે જાણીને દરેક દંગ રહી ગયા.
પાણીની કીંમત 49 લાખ રૂપિયા
નીતા અંબાણીની અનોખી ડિઝાઇનની પાણીની બોટલ વિશે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે નીતા અંબાણી વિશ્વનું સૌથી મોંઘું પાણી પીવે છે. નીતા જે પાણી પીવે છે તેની કિંમત 49 લાખ રૂપિયા છે. આ પાણી મોંઘું હોવાનો મુખ્ય કારણ તેની બોટલ છે.
નીતા અંબાણી જે બોટલમાં પાણી પીવે છે તે બોટલ સોનાની બનેલી છે, જેને લોકપ્રિય મેક્સિકન ડિઝાઇનર ફર્નાન્ડો અલ્ટામિરાનો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.
આ બોટલમાં ચહેરાનો આકાર બનાવવામાં આવ્યો છે. નીતા અંબાણી જે બોટલમાં પાણી પીવે છે તેનો નામ ઇક્વા ડિ ક્રિસ્ટાલો ટ્રિબ્યૂટો એ મોદિગ્લિઆની છે, જે વિશ્વની સૌથી મોંઘી બોટલ ગણાય છે.
આ પાણી કેમ છે મોંઘુ?
ઘણા લોકોને એ સવાલ થાય છે કે આ પાણીમાં એવી શું ખાસિયત હશે કે તે આટલું મોંઘું છે? ઉલ્લેખનીય છે કે, આ પાણીમાં 24 કેરેટ સોનાના કણો, ફ્રાન્સ અને ફિજીના ઝરણાનું પાણી, ગ્લેશિયરનું પાણી અને 23 કેરેટ સોનાની રજ સામેલ છે. આ પાણી પીવાથી ત્વચા જવાન રહે છે.
ગિનીઝ બુકમાં સામેલ થયું હતું નામ
આ પાણીની બોટલને હરાજીમાં 10 લાખ ડોલારમાં વેચવામાં આવી હતી, જેને રૂપિયામાં કન્વર્ટ કરવામાં આવે તો 49 લાખ રૂપિયા થાય છે. વર્ષ 2010માં, આ ઇક્વા ડિ ક્રિસ્ટાલો ટ્રિબ્યૂટો એ મોદિગ્લિઆની બોટલનું નામ વિશ્વની સૌથી મોંઘી બોટલ તરીકે ગિનેસ બુકમાં સામેલ કરવામાં આવ્યું હતું.