મુકા કાકા નહીં, Nita Ambani આ ખાસ વ્યક્તિ સાથે દેખાયા એકદમ ‘ખુશ’
Nita Ambani : અંબાણી પરિવારની ખાસિયત જ એ છે કે તેઓ જ્યાં જાય ત્યાં લાઈમલાઈટ ચોરી લે. આવું જ ફરી એકવાર જોવા મળ્યું ગૌતમ અદાણીના દીકરા જિત અદાણી-દિવા શાહ અને પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા-નીલમ ઉપાધ્યાયના લગ્નમાં.
સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થ અને નીલમના લગ્નનો એક ખાસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અંબાણી પરિવારની લેડી બોસ નીતા અંબાણીનો શાનદાર લૂક જોવા મળી રહ્યો છે. હંમેશની જેમ આ ઈવેન્ટમાં પણ અંબાણી મહિલા મંડળે લાઈમલાઈટ લૂંટી લીધી.
View this post on Instagram
લાલ સાડીમાં નીતાનો રોયલ અંદાજ
સોશિયલ મીડિયા પર લગ્નના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ ઈવેન્ટમાં નિક જોનસ જોધપુરી આઉટફિટમાં અને પ્રિયંકા ચોપરા સુંદર લહેંગામાં જોવા મળ્યા હતા. પરંતુ સૌની નજરો અંબાણી લેડીઝ પર અટકી રહી હતી.
Nita Ambani : લાલ કલરની ભવ્ય સાડી પહેરી હતી, જેના પર ગોલ્ડન જરી વર્ક કરવામાં આવ્યું હતું. હંમેશની જેમ એલિગન્ટ અને ગ્રેસફૂલ લૂક સાથે નીતા અંબાણી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
શ્લોકા મહેતા: ગોલ્ડન બોર્ડર સાથે પિંક સાડી કેરી કરી હતી, જે ખુબ જ ક્લાસી લાગી રહી હતી. તેમની સાથે સાસુ-વહુની જોડીને પરફેક્ટ વેડિંગ લૂક મળ્યો હતો.
નીતા અને શ્લોકાના લૂકની ધૂમ
“60 વર્ષની ઉંમરે પણ નીતા અંબાણી ફેશન અને સ્ટાઈલથી બોલીવુડ એક્ટ્રેસને મ્હાત આપે છે.”,”અંબાણી લેડીઝ હંમેશા પોતાના ગ્રેસફૂલ અંદાજથી ઈવેન્ટમાં ચમકે છે!” આ વાઈરલ વીડિયોમાં તમે પણ જોઈ શકો છો કે કેવી રીતે અંબાણી પરિવાર આ ઈવેન્ટમાં છવાઈ ગયો હતો!
વધુ વાંચો: