દીકરાના લગ્નમાં Nita Ambani પહેરશે 40 તોલાના સોના-ચાંદીની સાડી, કિંમત જાણીને દંગ..
Nita Ambani : હાલમાં જ વારાણસીમાં શોપિંગ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, તેઓ લગ્નમાં સોના-ચાંદીના તારથી બનેલી સાડી પહેરવાના છે અને વારાણસીમાંથી આ સાડી ખરીદી છે, જેની કિંમત 10 લાખ રૂપિયા છે.
તાજેતરમાં સોનાક્ષી સિન્હાએ પણ વેડિંગ રિસેપ્શનમાં લાલ રંગની ‘લાખ-બુટી’ ડિઝાઇનની સાડી પહેરી હતી. હવે તમને થતું હશે કે લાખ-બુટી સાડીમાં એવું શું છે જેની કિંમત લાખો રૂપિયા છે.
તમને જણાવી દઈએ કે આ સાડીની કિંમત 10 લાખ રૂપિયા એટલા માટે છે કેમ કે કારીગરો ચાંદી અને સોનાના તારથી સાડી બનાવે છે. નીતા અંબાણીએ જે ‘લાખ-બુટી’ સાડી ખરીદી છે તેને બનાવવા માટે 2 મહિના જેટલો સમય લાગ્યો હતો. લાલ રંગની સાડી નીતા અંબાણીને ઘણી પસંદ આવી હતી.
આ સાડીમાં 400 ગ્રામ સોના-ચાંદીના તારનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 40 તોલા સમાન છે. સાડીમાં 58 ટકા ચાંદી અને 1.5 ટકા સોનાનું જડતર કામ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવાર અને સંબંધીઓ માટે આવી 100 સાડીઓનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
કેટલાક લોકો તેને લક્ખા બુટી પણ કહે છે. લક્ખા બુટીનો અર્થ થાય છે નાની અને નાજુક બુટી, જેમાં સાડી પર ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે. ફૂલોના ડિઝાઈન દ્વારા તેને સુંદર બનાવવામાં આવે છે. એક સાડી બનાવવા માટે 60થી 62 દિવસનો સમય લાગે છે અને આ કાર્યમાં 20 લોકોની મદદ લેવામાં આવે છે.
જાણો ક્યાં કઈ સાડી વધારે ફેમસ છે
- વારાણસી- બનારસી સાડી
- રાજસ્થાન-જયપુરી સાડી
- ગુજરાત-પટોળા સાડી
- બંગાળ- બલૂચરી સાડી
- બિહાર- મધુબની સાડી
- આંધ્ર પ્રદેશ- કલમકારી સાડી
- પશ્ચિ બંગાળ- તાંત સાડી, બલુચરી
- છત્તીસગઢ- કોસા સિલ્ક
- કાંજીવરમ- તમિલનાડુ
- પોચમપલ્લી- તેલંગણા
- અસમ- મૂંગા સિલ્ક
- મહારાષ્ટ્ર- પેઠની સાડી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રખ્યાત રેપર અને સિંગર ડ્રેક અનંત અને રાધાના લગ્નમાં પરફોર્મ કરવા જઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, આંતરરાષ્ટ્રીય કલાકાર ડ્રેક ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે, “અમેરિકન ગાયિકા લાના ડેલ રે અને બ્રિટિશ પોપ સિંગર એડેલે પણ અનંત અને રાધિકાના લગ્નમાં પરફોર્મ કરી શકે છે,” એક મીડિયા અહેવાલમાં જણાવાયું છે.
તમને જણાવી દઈએ કે રાધા મર્ચન્ટ લાના ડેલ રેઈનની મોટી ફેન છે. હાલમાં, મેનેજમેન્ટ ટીમ આ કલાકારો સાથે વાતચીત કરી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12-14 જુલાઈના રોજ થશે. આ લગ્નમાં ફિલ્મ કલાકારો ઉપરાંત બિઝનેસ અને સ્પોર્ટ્સ જગતના અગ્રણી લોકો પણ ભાગ લેશે.