Nita Ambani એ શંકરાચાર્યની આરતી ઉતારી, અનંત-રાધિકાએ પગે લાગી આશીર્વાદ લીધા
Nita Ambani : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થયા હતા. લગ્ન પૂર્વેના તહેવારોના મહિનાઓ પછી આખરે આ દંપતીએ લગ્ન કર્યા છે. લગ્નના એક દિવસ પછી આ દંપતીએ આદરપૂર્વક જગદગુરુ શંકરાચાર્યને શુભ આશીર્વાદ સમારોહ માટે આમંત્રણ આપ્યું.
રાધિકા અને અનંતને તેમના લગ્ન સમારોહમાં હિન્દુ વિશ્વના બે મહાન સંતો, દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને જ્યોતિર્મથના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તરફથી શુભ આશીર્વાદ મળ્યા છે.
Nita Ambani એ શંકરાચાર્યની આરતી ઉતારી
રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના શુભ આશીર્વાદ સમારોહમાંથી એક અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં મુકેશ અંબાણી અને Nita Ambani એ પરંપરાગત રીતે સંતોનું સ્વાગત કર્યું હતું. નીતા અંબાણી એ મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર ખાતે શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદની આરતી કરી હતી.
#WATCH | Shankaracharya of Dwarka Peeth Swami Sadananda Saraswati and Shankaracharya of Jyotirmath, Swami Avimukteshwaranand arrive at Jio World Centre in Mumbai to attend Anant Ambani and Radhika Merchant’s ‘Shubh Aashirwad’ ceremony. pic.twitter.com/Ap8q8K23V0
— ANI (@ANI) July 13, 2024
આ સમયે નીતાના હાથમાં કલશ અને નાળિયેર છે. જ્યારે નીતા જગદગુરુ શંકરાચાર્યની આરતી કરી રહી હતી ત્યારે તેમના પતિ મુકેશ અંબાણી તેમની પાછળ હાથ જોડીને ઉભા હતા.
શંકરાચાર્યજીએ અનંત અને રાધિકાને આશીર્વાદ આપ્યા
વીડિયોમાં રાધિકા અને અનંત શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી અને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના આશીર્વાદ લેતા જોવા મળે છે. દરમિયાન, અનંત અને રાધિકા માથું નમાવીને ઊભા રહ્યા, અને દંપતીને ભોજન પીરસ્યું. મુકેશ અંબાણીને શંકરાચાર્ય દ્વારા રૂદ્રાક્ષની માળા પણ ચઢાવવામાં આવી હતી.
આ સમારોહમાં યોગ ગુરુ રામદેવ, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી, સ્વામી રામભદ્રાચાર્ય અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મુકેશ-નીતાએ સાધુ-સંતોને સત્કાર્યા
આશીર્વાદ સેરેમનીમાં દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી તથા જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ખાસ હાજર રહ્યા હતા. બંને શંકરાચાર્ય જ્યારે જિયો વર્લ્ડ સેન્ટરમાં આવે છે ત્યારે અંબાણી પરિવાર તેમને આદર અને સત્કાર સાથે આવકારે છે. નીતા અંબાણીએ બંને શંકરાચાર્યનું તાંબાના કળશ અને શ્રીફળથી સ્વાગત કર્યું હતું.
શંકરાચાર્યે અંબાણી પરિવારને માળા પહેરાવી
શંકરાચાર્યે અનંત અંબાણીને ચુંદડી ઓઢાડી અને માળા પહેરાવી હતી. આ ઉપરાંત, તેમણે મુકેશ અંબાણી અને રાધિકાને પણ ભેટ આપી હતી. આશીર્વાદ સેરેમનીમાં ગૌરાંગદાસ પ્રભુ, ગૌર ગોપાલ દાસ, બાબા રામદેવ અને બાબા બાગેશ્વર પણ હાજર રહ્યા હતા.
વધુ વાંચો: