લોકલ શોપમાંથી Nita Ambani એ ખરીદી બનારસી સાડી, જુઓ વાયરલ વિડીયો
Nita Ambani : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. આખો પરિવાર લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના કાર્ડ પણ વહેંચવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલા જ Nita Ambani પોતાના નાના પુત્રના લગ્નનું કાર્ડ લઈને વારાણસી પહોંચી હતી. વારાણસીમાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી અને પછી ગંગા આરતીમાં પણ ભાગ લીધો.
Nita Ambani એ વારાણસીથી સાડી ખરીદી
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન હવે નજીક આવી રહ્યા છે અને આખો અંબાણી પરિવાર તેજીથી લગ્નની તૈયારીમાં લાગી ગયો છે. અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્નના આમંત્રણ કાર્ડ પણ વહેંચવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલા જ Nita Ambani પોતાના નાના પુત્રના લગ્નનું આમંત્રણ કાર્ડ લઈને વારાણસી પહોંચી હતી. ત્યાં તેમણે કાશી વિશ્વનાથ મંદિરની મુલાકાત લીધી અને પછી ગંગા આરતીમાં પણ ભાગ લીધો.
નીતા અંબાણીને ગમી આ સાડી
સામે આવેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે નીતા અંબાણી વારાણસીમાં એક સ્થાનિક બનારસી સાડીની દુકાનમાં બેઠેલા છે. આ દુકાનમાં, દુકાનદાર તેમને અલગ-અલગ બધી સુંદર સાડીઓ દેખાડે છે. દુકાનદાર દરેક સાડીનું ખાસિયત પણ સમજાવે છે. આ દરમિયાન, નીતા અંબાણી ખૂબ જ ધ્યાનથી દરેક સાડી ની વિશેષતાઓ સાંભળે છે અને ઉત્સુકતાથી તેમને નિહાળી રહ્યા છે.
જુઓ વીડિયો…..
View this post on Instagram
તે બનારસી સાડી પર કરવામાં આવતી ઝરી વર્કની કળા વિશે પણ પૂછે છે, જેના પર દુકાનદાર તેમને સમજાવે છે કે દરેક સાડી પર કયો પ્રકારનું હેન્ડવર્ક કરવામાં આવ્યું છે. નીતા અંબાણીને ઘણી સાડીઓ પસંદ આવી અને તેમાંથી કેટલાકના વધુ રંગો પણ બતાવવાનું કહ્યું. આ દરમિયાન, તેમને એક ખાસ ગુલાબી રંગની સાડી ખૂબ પસંદ આવી. નીતા અંબાણીએ તે સાડી અલગ રાખવા માટે કહ્યું.
નીતા અંબાણીને છે સાડીનો શોખ
તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પાસે સાડીઓનું એક સુંદર અને વિશાળ કલેક્શન છે. તે ઘણીવાર બનારસી સાડી પહેરેલી જોવા મળે છે.
નીતા અંબાણી જ્યારે વારાણસી પહોંચી હતી ત્યારે પણ તેણે ગુલાબી બનારસી સાડી પહેરી હતી. આ સિલ્ક સાડી સાથે તેણે હેવી જ્વેલરી પણ પહેરી હતી. નીતા અંબાણીની આ સ્ટાઇલ ફેમિલી ફંક્શનમાં પણ જોવા મળે છે.
નીતા અંબાણી તેમના સાડી કલેક્શન માટે જાણીતા છે. તેના પુત્ર અને પુત્રીના લગ્નમાં પણ નીતા અંબાણીએ તેમની સાડીઓના કારણે ખાસ ઓળખ મેળવેલી. હવે ટૂંક સમયમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં પણ નીતા અંબાણીના સાડી કલેક્શનની ઝલક જોવા મળશે.