આ છે Nita Ambani નો ફેવરિટ નાસ્તો, નામ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો..
Nita Ambani : દુનિયાના જાણીતા ધનવાન ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી હંમેશા ચર્ચામાં રહે છે. અંબાણી પરિવારની આકર્ષક અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ વિશે જાણવાની લોકોમાં વિશેષ ઉત્સુકતા રહે છે.
નીતા અંબાણી પોતાની સુંદરતા, ફેશન સેન્સ અને શોખીન જીવનશૈલીને કારણે સતત ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે નીતા અંબાણીનો પ્રિય નાસ્તો શું છે? ચાલો તમને આ વિશે જાણકારી આપીએ.
60 વર્ષની વયે પણ નીતા અંબાણી પોતાના લૂક્સ અને ફિટનેસથી બોલીવુડની મોટી બધી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. તેમને જોઈને તેમની વયનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.
લક્ઝુરિયસ જીવન જીવતી હોવા છતાં, નીતા અંબાણી ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ સતર્ક છે. અંબાણી પરિવાર નોન-વેજ ખાવાથી દૂર રહે છે અને સાદું, પૌષ્ટિક ભોજન પસંદ કરે છે.
View this post on Instagram
જે વાત નીતા અંબાણીના પ્રિય નાસ્તા વિશે છે, તો તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ અંગે ખુલાસો કર્યો હતો. નીતા અંબાણીનો મનગમતો નાસ્તો છે ભેલ. ભેલ માત્ર ચટાકેદાર જ નથી પરંતુ તે આરોગ્યદાયક પણ છે. નાની-મોટી ભૂખ દરમિયાન ભેલ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
અહિંથી સ્પષ્ટ થાય છે કે, જ્યાં એક તરફ અંબાણી પરિવારની લાઇફસ્ટાઇલ શોખીન છે, ત્યાં બીજી તરફ તેઓ ખાવા-પીવાની બાબતમાં ખૂબ જ સરળ અને તંદુરસ્ત વિકલ્પોને પ્રાધાન્ય આપે છે.