Radhika Ambani ની એન્ટ્રી બાદ આટલા બદલાઈ ગયા સાસુ નીતા અંબાણી!
Radhika Ambani : અંબાણી પરિવાર હંમેશા પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઇલ અને સંસ્કારોને કારણે ચર્ચામાં રહેતો હોય છે. તાજેતરમાં પણ અંબાણી પરિવારે ફરી ચર્ચા મેળવી છે, પરંતુ આ વખતે એક વાઈરલ વીડિયોના કારણે.
આ વીડિયોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે Radhika Ambani ના પરિવારમાં આવવાના પછી, નીતા અંબાણી અને મોટી વહુ શ્લોકા મહેતા વચ્ચેના સંબંધોમાં ખટાશ દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે નીતા અંબાણી શ્લોકાને મળવા જાય છે, ત્યારે સામાન્ય રીતે જોવા મળતી સાસુ-વહુની હૂંફ ગાયબ લાગે છે.
આ ઈવેન્ટમાં નીતા અંબાણી ખૂબ જ સુંદર રીતે સજ્જ છે, જ્યારે આકાશ અને શ્લોકા પણ તૈયાર થઈને આવતા જોવા મળે છે. એ સમયે નીતા અંબાણી શ્લોકાનો હાથ પકડીને સાથે લઈ જવાની કોશિશ કરે છે, પરંતુ આકાશ, શ્લોકા અને નીતા વચ્ચે થોડી ચર્ચા થાય છે.
અંતે, આકાશ પોતાની માતાના હાથમાંથી શ્લોકાનો હાથ છૂટવીને એને પોતાના સાથે લઈ જાય છે. આ જોઈને શ્લોકા પણ થોડી ચોંકી ઉઠે છે અને પછી તે આકાશ સાથે આગળ વધે છે.
આ ઇવેન્ટ પછી આકાશ અને શ્લોકા પેપ્ઝને પોઝ આપતા જોવા મળે છે. આ વીડિયો તાજો છે કે જૂનો, એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી.
આકાશ અને શ્લોકાના દેખાવને ધ્યાનમાં લેતા એવું લાગે છે કે આ જૂનો વીડિયો હોઈ શકે. નેટિઝન્સ આ વીડિયો પર ઠેર ઠેર કમેન્ટ કરી રહ્યા છે અને આકાશને એક સારો દીકરો, પતિ અને પિતા તરીકે વખાણી રહ્યા છે.
View this post on Instagram