Los Angeles Fire: આગના કારણે માંડ માંડ બચી નોરા ફતેહી, કહ્યું- ખૂબ ડરામણું છે…..
Los Angeles Fire: લૉસ એન્જલસમાં તાજેતરમાં જંગલમાં લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, જેનાથી સેંકડો એકર જમીન અને અનેક ઘરો બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટનાનો સામનો બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીએ પણ કર્યો હતો, જે તે સમયે લૉસ એન્જલસમાં હાજર હતી.
નોરા એ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ અનુભવ શેર કર્યો હતો, જેમાં તેણે જણાવ્યું હતું કે, “હું લૉસ એન્જલસમાં છું અને અહીં જંગલની આગ ખૂબ જ ભયાનક છે. મેં આ પહેલાં ક્યારેય આવું જોયું નથી. અમને હોટેલ ખાલી કરવાનો આદેશ મળ્યો છે, તેથી મેં મારો સામાન પેક કર્યો અને હું એરપોર્ટ તરફ જઈ રહી છું. આજે મારી ફ્લાઇટ છે અને મને આશા છે કે હું તે પકડી શકીશ.
નોરા માંડ માંડ બચી;
ઉલ્લેખનીય છે કે લૉસ એન્જલસમાં લાગેલી આ આગમાં અનેક હોલિવૂડ હસ્તીઓના ઘરો પણ નષ્ટ થયા છે, જેમાં જેમી લી કર્ટિસ, મેન્ડી મૂર, પેરિસ હિલ્ટન, એડમ બ્રોડી, અને એન્થોની હોપકિન્સ જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.