google-site-verification: googlec8654436f05b508b.html

અનોખા અંદાજમાં જોવા મળી Nora Fatehi, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટોઝ

અનોખા અંદાજમાં જોવા મળી Nora Fatehi, સોશિયલ મીડિયામાં વાયરલ થયા ફોટોઝ

Nora Fatehi Style: નોરા ફતેહી આજે રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી. ટૂંક સમયમાં તે એક નવો રિયાલિટી શો લઈને આવી રહી છે, જેના પ્રમોશન દરમિયાન તે સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળી..

નોરા ફતેહીની દરેક સ્ટાઈલ અનોખી હોય છે, પરંતુ આ વખતે તે જે સ્ટાઈલમાં જોવા મળી તેને ઓળખવું પણ તેના ચાહકો માટે મુશ્કેલ બની ગયું. બિલકુલ હટકે અદા અને સ્ટાઈલમાં તે ફરી છવાઈ ગઈ છે.

શોર્ટ સ્કર્ટ, સ્પોર્ટ્સ બ્રા અને ઓવરસાઈઝ જેકેટ પહેરેલી નોરા ફતેહીની હેરસ્ટાઈલ પણ અલગ હતી અને નોરા આ પહેલા ભાગ્યે જ આવા લુકમાં જોવા મળી છે.

નોરા ફતેહી આજે કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા સાથે જોવા મળી હતી જ્યાં તે તેના શોનું પ્રમોશન કરી રહી હતી. તે ટૂંક સમયમાં એમેઝોન મિની ટીવી પર આવનારા રિયાલિટી શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરતી જોવા મળશે.

આ દરમિયાન નોરા ફતેહીનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. જો કે, નોરા માત્ર આ શોને કારણે જ ચર્ચામાં નથી, પરંતુ તે તેની આગામી ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. નોરા હવે સાઉથ તરફ વળી ગઈ છે. તે વરુણ તેજ સાથે ફિલ્મ કરવા જઈ રહી છે.

ફિલ્મનું ટાઇટલ પણ એનાઉન્સ કરવામાં આવ્યું છે. નોરા અને વરુણની આગામી ફિલ્મનું નામ મટકા હશે, જેમાં નોરા એક્ટિંગની સાથે ડાન્સ કરતી પણ જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *