Ayushmann Khurrana જ નહીં આ સ્ટાર્સે પણ ઓનસ્ક્રીન સાડી પહેરીને ધૂમ મચાવી..
Ayushmann Khurrana: Ayushmann Khurrana એક નહીં પરંતુ બે વખત ઓનસ્ક્રીન મહિલા બની ચૂક્યો છે. Ayushmann Khurrana ને 2019માં રિલીઝ થયેલી ડ્રીમ ગર્લમાં પણ એક છોકરીની ભૂમિકા ભજવી હતી. 30 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે 165 કરોડની કમાણી કરી હતી. હવે આયુષ્માને ડ્રીમ ગર્લ 2 માં પણ ઓનસ્ક્રીન સ્ત્રી પાત્ર ભજવ્યું છે.
Kamal Haasan: સુપરસ્ટાર કમલ હાસને 1997માં આવેલી ફિલ્મ ચાચી 420માં સાડી પહેરીને દર્શકોનું મનોરંજન કર્યું હતું. માત્ર 4.5 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર 20 કરોડથી વધુની કમાણી કરી હતી.
Govinda: સુપરસ્ટાર ગોવિંદાએ 1988માં રિલીઝ થયેલી ફિલ્મ આંટી નંબર 1માં સ્ત્રીનું પાત્ર ભજવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, 3 કરોડ 75 લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 9 કરોડ 42 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
Salman Khan: સલમાન ખાન ફિલ્મ જાન-એ-મન માટે ઓનસ્ક્રીન ગર્લ બની હતી. આ ફિલ્મમાં સલમાનની સાથે અક્ષય કુમાર, પ્રીતિ ઝિંટા અને અનુપમ ખેર પણ જોવા મળ્યા હતા.
Amitabh Bachchan: બિગ બીએ 1981માં આવેલી ફિલ્મ લાવારિસમાં ઓનસ્ક્રીન એક મહિલાની ભૂમિકા ભજવી હતી. અમિતાભ બચ્ચનની ફિલ્મ લાવારિસ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.