અધિક શ્રાવણ માસની પવિત્ર એકાદશી એવમ્ શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી કૃતિનો દિવ્ય શણગાર, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી
સુપ્રસિદ્ધ યાત્રાધામ Salangpurdham માં શ્રી Kashtabhanjandev Hanumanji મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિક શ્રાવણમાસની પવિત્ર એકાદશી એવમ્ શનિવારે તારીખ 12-08-2023ના રોજ શ્રીકષ્ટભંજનદેવને દિવ્ય વાઘા તેમજ રંગબેરંગી કૃતિનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. સવારે 05:30 વાગ્યે મંગળા આરતી પૂજારી ડિ. કે. સ્વામી તથા 07:00 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
અધિક શ્રાવણ માસની પવિત્ર એકાદશી એવમ્ શનિવાર નિમિત્તે Kashtabhanjandev Hanumanji દાદાને રંગબેરંગી કૃતિનો દિવ્ય શણગાર, લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનૂભવી
અધિક શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં શ્રીહનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દાદાના દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.