ડિવોર્સ પછી Nataša Stanković એ શેર કરી પોસ્ટ, પંડ્યા પોતાને કોમેન્ટ કરતા રોકી ન શક્યો
Nataša Stanković : ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ ચર્ચાને તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પોષણ આપી હતી.
તેમના ચાર વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે. હવે બંને એકબીજાના જીવનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. છૂટાછેડા બાદ હાર્દિક પંડ્યા એ પ્રથમ વખત નતાશા સ્ટેનકોવિકની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.
Nataša Stanković સાથે છૂટાછેડા બાદ નતાશા પુત્ર અગસ્ત્ય સાથે તેના ઘર સર્બિયામાં પહોંચી ગઈ છે. ત્યાં તે પોતાના પુત્ર સાથે સમય વિતાવી રહી છે.
ખુદ શેર કરી તસવીરો
નતાશાએ તેના પુત્ર સાથે કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં હાર્દિકે રિએક્શન આપ્યું છે. હાર્દિકના આ રિએક્શનને કારણે ટ્રોલ્સની બોલતી બંધ થઈ ગઈ છે, જે નતાશાને છૂટાછેડાના કારણે ટ્રોલ કરી રહ્યા હતા.
નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં તે પોતાના પુત્ર સાથે ડાયનોસર પાર્કમાં ફરતી જોવા મળી રહી છે. આ પોસ્ટ પર હાર્દિકે બે કોમેન્ટ્સ કરી છે. એકમાં તેણે રેડ હાર્ટ ઇમોજી સાથે પ્રેમ વ્યક્ત કર્યો છે, જ્યારે બીજી કોમેન્ટમાં ‘એવિલ આઈ’ ઇમોજીનો ઉપયોગ કર્યો છે. હાર્દિકના ભાઈ કૃણાલ પંડ્યાએ પણ આ પોસ્ટ પર રિએક્શન આપ્યું છે.
હાર્દિકની કોમેન્ટ
હાર્દિક પંડ્યાએ તેની પૂર્વ પત્ની અને તેના વહાલા દીકરાની આ તસવીરો પર કોમેન્ટ કરતાં જ આ તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું. હાર્દિકે આ પોસ્ટ પર બે કોમેન્ટ કરી છે. એક કોમેન્ટમાં હાર્દિકે હાર્ટનો ઇમોજી મૂક્યો છે, જ્યારે બીજી કોમેન્ટમાં એવિલ આઇ, લવ્ડ આઇ અને સુંદરના ઇમોજીનો ઉપયોગ કર્યો છે.
ફોટો જોયા બાદ હાર્દિકે શું કહ્યું?
હાર્દિક પંડ્યા થી છૂટાછેડા બાદ નતાશા સ્ટેનકોવિકે પહેલીવાર પોતાની અને પુત્ર અગસ્ત્યની તસવીર શેર કરી છે. નતાશા હાલ તેના દેશ સર્બિયામાં છે અને તેના પુત્ર સાથે મ્યુઝિયમની મુલાકાત લઈ રહી હતી, જ્યાં બંને ડાયનાસોરની પ્રતિકૃતિ સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.
ફેન્સની પ્રતિક્રિયા
નતાશાની તસવીર પર હાર્દિકની કોમેન્ટ જોઈને ફેન્સ પણ ભાવુક થઈ ગયા હતા. ઘણા ચાહકોએ બંનેને ફરી એક થવાની સલાહ આપી. કેટલાક ચાહકોને એવું લાગ્યું કે તેઓ હાર્દિકને આટલી પીડામાં જોઈ શકતા નથી. એક પ્રશંસકે તો હાર્દિક માટે ‘તે સહન પણ કરી શકતો નથી’ એવું પણ લખ્યું હતું.
ઘણા દિવસોથી છૂટાછેડાની અફવાઓ પછી હાર્દિક અને નતાશાએ 18 જુલાઈએ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. બંનેએ તેમના સોશિયલ મીડિયા દ્વારા એક નિવેદન જાહેર કરીને ચાહકોને ભાવુક માહિતી આપી હતી.
આ દરમિયાન હાર્દિકને કેપ્ટનશિપ ગુમાવવાનું દુઃખ પણ સહન કરવું પડ્યું હતું. તે ટી20માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવાનો સૌથી મોટો દાવેદાર હતો, પરંતુ તેને તક ન મળી. આટલું જ નહીં, તેની વાઈસ કેપ્ટનશિપ પણ જતી રહી.