વ્યાજખોરોએ પતિને મરવા મજબુર કર્યા: ’16 દિવસથી આરોપીઓ ફરાર, હું અને મારા બાળકો ન્યાયની માંગ કરીએ છીએ’
રાજકોટના આજીડેમ ચોક નજીક માન સરોવર પાર્ક પાસે રામેશ્વર પાર્ક-2 માં રહેતાં મનોજભાઇ જેન્તીલાલ વૈઠા ફ્રુટના ધંધાર્થી તેનો ગુજારો કરતા હતા. 16 દિવસ પેલા તેમને ઝેર પીયને આત્મહત્યા હરિ લીધી હતી. તેને આ પગલું ભરવા માટે મજબુર કરનાર 4 વ્યાજખોટો હતો. એ 4 શખ્સો ખિલાફ તેની પત્ની એ ફરિયાદ નોંધાવી હતી, પરં તું 16 દિવસ થયા હોવા છતાં પણ આરોપી ની ધડપકડ આ થતા મૃતક ની પત્ની તેના 2 માસુમ બાળક અને તેના પતિ ના ફોટા સાથે પોલીસે સ્ટેશન પોચી અને પોલીસ કર્મચારી તરફ થી આરોપી ને સજા આપી મનોજભાઇ ને ન્યાય મળે તેવી ઈચ્છા ધરાવે છે.
યુવકે આપઘાત કર્યો હતો
ધંધા માટે વ્યાજે નાણા લેનારા સોની યુવાનને ચાર શખ્સોએ 20 ટકા, 15 ટકા જેવા વ્યાજે નાણા આપ્યા હતાં અને સતત વ્યાજ વસુલી છેલ્લે 28 મીએ ધમકી આપી ધોલધપાટ કરવામાં આવતાં તેમજ મારી નાંખવાની ધમકી અપાતાં ગભરાઇ જઇ યુવકે આપઘાત કર્યો હતો.
હવે રાજકોટ મૂકવું પડશે
ફ્રૂટના વેપારીને આઘાત કરવા મજબુર કરનાર વ્યાજખોરો સામે પોલીસ કોઈ કાર્યવાહી ન કરતા આજે તેમના પત્ની કાજલબેન વૈઠા તેમના બે માસુમ બાળકો અને પતિના ફોટા સાથે પોલીસ કમિશનર સમક્ષ ન્યાયની માંગ કરવા પહોંચ્યા હતા. કાજલબેને જણાવ્યું હતું કે, મારા પતિના મૃત્યુને 16 દિવસ થયા છતાં હજુ સુધી પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી. અમને ન્યાય જોઇએ છે. આરોપીઓને પકડી મને તથા મારા બાળકોને ન્યાય આપવામાં આવે એ જ મારી માંગ છે. મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, શનિવારે કોઈ અજાણ્યા શખ્સો એ પાછળથી આવી મને થપ્પડ મારી ગાળો આપી હતી અને હવે રાજકોટ શહેર મૂકવું પડશે તેવી ધમકી આપી હતી.
હજુ બે આરોપી ફરાર છે
બનાવમાં આજીડેમ પોલીસે આપઘાત કરનાર મનોજભાઇ જેન્તીલાલ વૈઠાના પત્નિ કાજલબેન મનોજભાઇ વૈઠા (ઉ.વ.29)ની ફરિયાદ પરથી રાજુ બચુભાઇ બોરીયા, બચુ બોરીયા, ભાણા આહિર અને સુરેશ ભરવાડ વિરૂધ્ધ મનલેન્ડ એક્ટ, મરી જવા મજબૂર કરવા સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વ્યાજખોર પિતા પુત્ર રાજુ બોરીચા અને બચ્ચું બોરીચાની ધરપકડ કરવામાં આવી હતી જયારે હજુ બે આરોપી ફરાર છે જેને પકડી પાડી પરિવારને ન્યાય અપાવવા માંગ કરવામાં આવી રહી છે.
પતિ નિયમીત વ્યાજ ચુકવતાં હતાં
કાજલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પતિ મનોજભાઇ ફ્રુટનો ધંધો કરતાં હતાં. તેણે ધંધાના કામ માટે રાજુ બોરીયા પાસેથી 40 હજાર 20 ટકા વ્યાજે લીધા હતાં તેનું દર મહિને રૂા. 8 હજાર વ્યાજ ચુકવતાં હતાં. વધુ પૈસાની જરૂર પડતાં બચુ બોરીયા પાસેથી 2 લાખ લીધા હતાં. તેનું દરરોજ 3 હજાર વ્યાજ ભરતાં હતાં. આ ઉપરાંત ભાણા આહિર પાસેથી 44 હજાર 15 ટકા વ્યાજે લીધા હતાં. તેને પણ નિયમીત વ્યાજ ચુકવતાં હતાં.
મનોજ કટકે કટકે પૈસા ચુકવી દેશે
આ વ્યાજના ચક્કરમાં ફસાતાં મારા પતિ ચિંતામાં રહેતાં હતાં. ક્યારેક વ્યાજ ચુકવવામાં મોડુ થાય તો આ શખ્સો ઘરે આવી મારા પતિને ગાળો દઇ પેનલ્ટી વસુલતાં હતાં. હાલમાં કેટલાક દિવસથી મારા પતિનો ધંધો ચાલતો ન હોઇ આ શખ્સો વારંવાર મારા પતિને વ્યાજ માટે અને મુદ્દલ માટે ધમકાવી તાત્કાલીક પૈસા નહિ આપે તો મારી નાંખશે તેવી ધમકી આપતાં હતાં. મારા પતિ પર વ્યાજની ઉઘરાણીનું ખુબ દબાણ હોઇ મારા જેઠ દિનેશભાઇ, સાસુ ભાનુબેન સીહતના આ શખ્સો પાસે જઇને તેમને સમજાવતાં હતાં અને આર્થિક સ્થિતિ નબળી હોઇ વ્યાજ ઓછુ કરવા વિનંતી કરતાં હતાં અને મનોજ કટકે કટકે પૈસા ચુકવી દેશે તેવી વાત કરતાં હતાં. પરંતુ આ લોકો કોઇ વાત સમજવા તૈયાર નહોતાં.
બહારથી ઘરે આવી ઉલ્ટી કરી
છેલ્લે 28 મેં ના રોજ મારા પતિ મનોજને સુરેશ ભરવાડનો ફોન આવ્યો હતો અને માંડાડુંગરની શાક માકૈટ ખાતે બોલાવતાં મારા પતિ, મારા સાસુ અને જેઠ ત્યાં ગયા હતાંઉ થોડીવાર બાદ ઘરે આવી વાત કરી હતી કે સુરેશ પૈસા માટે ખુબ દબાણ કરે છે અને મનોજનો કાંઠલો પકડી ધોલધપાટ કરી લીધી છે. આ રીતે બીજા ત્રણ શખ્સો પણ વ્યાજ માટે મારા પતિને હેરાન કરી ઘરે આવી ઉઘરાણી કરી ધોલધપાટ કરી ધમકી આપતાં હોઇ આ બધાથી કંટાળીને મારા પતિએ 30મીએ સાંજે ઝેરી દવા પી લીધી હતી. તે બહારથી ઘરે આવી ઉલ્ટી કરતાં હોઇ શું થયું? પુછતાં તેણે દવા પી લીધાનું કહેતાં અમે હોસ્પિટલે લઇ ગયા હતાં. જ્યાં 31 મીએ રાતે તેમનું મોત થયું હતું.