google-site-verification: googlec8654436f05b508b.html

કોંગ્રેસના નેતાને શંકા હતી કે પત્ની કંઈક છુપાવે છે; બાળકોની સામે જ હત્યા કરી

કોંગ્રેસના નેતાને શંકા હતી કે પત્ની કંઈક છુપાવે છે; બાળકોની સામે જ હત્યા કરી

ઋષભ ભદૌરિયા જે કોંગ્રેસના નેતા છે. તેની પત્નીનુ નામે ભાવના છે. પતિ તેની પત્ની ભાવના પાર શંકા હતી કે તે કૈક વાત છુપાવી રહી છે. તેથી પતિ પત્ની માં વિવાદ થયો, વિવાદ થયો ત્યારે બને બાળકો પણ બેડ પાર જ હતા વિવાદ માં પતિ ને ગુસ્સો આવ્યો તેથી તેની પત્ની બચવા માટે બહાર ની તરફ ભાગી ત્યારે આરોપી ઋષભ એ તેને માથા પાર ગોળી મારી ને મારી નાખી.

આરોપી કોંગ્રેસનો પૂર્વ પ્રવક્તા પણ રહી ચૂક્યો છે. ઓળખીતાનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી પત્ની સાથે તેનો વિવાદ ચાલી રહ્યો હતો. તેને શંકા હતી કે ભાવના તેનાથી કોઈક વાત છુપાવે છે. ઘટના પછી આરોપી હથિયાર લઈને ફરાર થઈ ગયો છે.

આ છે સમગ્ર ઘટના
આ ઘટના શહેરના રામનગરના થાટીપુર વિસ્તારની છે. અહીં રહેતા ઋષભ ભદૌરિયા કોંગ્રેસનો નેતા છે. તે પાર્ટીના પ્રદેશ પ્રવક્તા પણ રહી ચૂક્યો છે, સાથે જ ગુનેગાર પણ છે. રવિવાર-સોમવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ભાવના ભદૌરિયા સાથે તેનો ઝઘડો શરૂ થયો. તેને શંકા હતી કે પત્ની તેનાથી કંઈક છુપાવે છે.

વિવાદ દરમિયાન કોંગ્રેસના નેતાએ બૂમાબૂમ કરી હતી, જેના કારણે રૂમમાં જ સૂતેલાં બંને બાળકોની ઊંઘ ઊડી ગઈ હતી. આ વચ્ચે તેને પત્ની પર હથિયાર પણ ઉગામ્યું હતું. ભાવના બચવા માટે રૂમમાંથી નીકળીને બહારની તરફ ભાગવા ગઈ, હજુ તે આંગણામાં જ આવી હતી કે ઋષભે તેના માથાને નિશાન બનાવીને ફાયર કરી દીધું. ગોળી તેના માથામાં લાગી અને તે ત્યાં જ મરી ગઈ. એ બાદ આરોપી હથિયાર અને પોતાનો જરૂરી સામાન લઈને ફરાર થઈ ગયો.

પિતાએ પોલીસને જાણ કરી
પોલીસને આ ઘટનાની જાણ ઋષભના પિતા કૃષ્ણકાંતે આપી હતી. શરૂઆતની તપાસમાં શંકાના કારણે જ આ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. જો કે સાચું કારણ આરોપીની ધરપકડ બાદ જ સામે આવશે.

હથિયાર લઈને ફરાર થયો આરોપી
જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો સ્પોટ પર કોઈ પણ હથિયાર મળ્યું ન હતું. જેના કારણે તે ખ્યાલ ન આવ્યો કે આરોપીએ કયા હથિયારનો ઉપયોગ કરીને પત્નીની હત્યા કરી છે. પરિવારના લોકો પણ કંઈ જણાવી શક્યા ન હતા. જો કે ફોરેન્સિક એક્સપર્ટે પોલીસને જણાવ્યું છે કે જે રીતે ગોળી માથામાં લાગી છે અને ઈજાના નિશાન છે તેનાથી તે સ્પષ્ટ છે કે પિસ્તોલથી ગોળી ચલાવવામાં આવી છે.

આરોપીનો ગુના ધરાવતો રેકોર્ડ
આરોપી કોંગ્રેસના નેતા ગુના ધરાવતો ઈતિહાસ છે. વર્ષ 2001માં તેની બહેનની હત્યામાં પણ તેનું નામ સામે આવ્યું હતું. જે બાદ ચેતકપુરીમાં થયેલી એક લૂંટમાં પણ તેની સંડોવણી હતી. 2 એપ્રિલ 2018નાં રોજ ગ્વાલિયરના થાટીપુરથી શરૂ થયેલી હિંસામાં પણ તેના વિરૂદ્ધ બે કેસ નોંધાયા હતા. ઋષભ ભદૌરિયા વિરૂદ્ધ લૂંટ અને 4 હત્યાઓના કેસ પહેલેથી જ છે.

પૂર્વ CM ઉપરાંત અનેક મંત્રીઓ સાથે છે ફોટા
જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો જોયું કે આરોપીના રૂમમાં અનેક મોટા નેતાઓ સાથે તેનો ફોટો હતો. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહની સાથે પણ તેનો એક ફોટો જોવા મળ્યો. પ્રદેશ સરકારમાં ઉર્જા મંત્રી સાથે પણ તેનો ફોટો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *