પ્રેગ્નેન્ટ છે Katrina Kaif? સાસુ સાથે જુનિયર કૌશલ માટે ખાસ પૂજા..
Katrina Kaif : બોલીવુડની જાણીતી અભિનેત્રી કેટરીના કૈફ લગ્ન બાદથી જ તેના પતિ વિકી કૌશલના પરિવાર માટે ખાસ સમય કાઢીને તેમની સંભાળ રાખે છે. કેટરીનાએ જેમ રીતે તેના સાસરિયાઓ સાથે જોડાયેલું હોય તેવા દરેક પ્રસંગો અને ખુશીઓનું ધ્યાન રાખ્યું છે, તે જોઈને ફેન્સે તેને “પરફેક્ટ વહુ”નું ટેગ આપી દીધું છે.
સોમવારે કેટરીના કૈફ તેના સાસુ સાથે શિરડી પહોંચી હતી, જ્યાં બંનેએ સાંઈ બાબાના દર્શન કર્યા. આ પ્રસંગે Katrina Kaif ની કેટલીક તસવીરો અને વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ તસવીરો જોઈને ફેન્સમાં તેની પ્રેગ્નેન્સીની ચર્ચાઓ તેજ બની ગઈ છે.
View this post on Instagram
કેટરીનાએ લાંબા સમયથી એક્ટિંગમાંથી બ્રેક લીધો છે અને હાલના સમયમાં તેના માતા બનવાના સમાચારને લઈને ફેન્સ ઘણાં ઉત્સાહિત છે. રણબીર-આલિયા, વરુણ-નતાશા અને રણવીર-દીપિકા પછી, હવે લોકો કેટરીના અને વિકીને પણ માતા-પિતા તરીકે જોવા માટે આતુર છે.
કેટરિના કૈફની આગામી પ્રોજેક્ટ્સ
ગયા વર્ષે દર્શકોને કેટરીના કૈફ સલમાન ખાન સાથે ટાઈગર 3 માં જોવા મળી હતી અને તે મેરી ક્રિસમસમાં પણ દેખાઈ હતી. આ ફિલ્મોએ મિશ્ર પ્રતિક્રિયાઓ મેળવી હતી, જેના કારણે કેટરીનાના ચાહકો હવે તેની એક બ્લોકબસ્ટર ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
તાજેતરમાં, “જી લે ઝરા” વિશે પણ ચર્ચાઓ તેજ થઈ છે, જેમાં કેટરીના આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે જોવા મળશે. જો કે, આ ફિલ્મનું શૂટિંગ કેટલાક કારણોસર વિલંબમાં છે, પરંતુ ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.