Priya Prakash આંખ મારીને યુવાનોના દિલમાં રાજ કરે છે, હાલ કેવી લાગે છે?
Priya Prakash : 28 ઓક્ટોબર 1999ના રોજ કેરળના પુન્કુન્નમમાં પ્રિયા પ્રકાશ વારીયરનો જન્મ થયો હતો. તેના પિતા સેન્ટ્રલ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે, જ્યારે તેની માતા ગૃહિણિ છે. Priya Prakash એ ત્રિશૂરના સંદીપની વિદ્યા નિકેતન સ્કૂલથી પોતાની શાળાની શિક્ષણ પૂર્ણ કર્યું અને પછી બી.કોમમાં ગ્રેજ્યુએશન મેળવ્યું.
ફિલ્મી કરિયરની શરૂઆત અને સફળતા
પ્રિયા પ્રકાશ ને શરૂઆતથી જ એક્ટિંગમાં પોતાનું કરિયર બનાવવાનું સપનું હતું. તેણે મલયાલમ ફિલ્મ થેનાહાથી પોતાના અભિનયની કારકિર્દીની શરૂઆત કરી. જોકે, તે ઓરું અદાર લવ ફિલ્મથી ખૂબ જ ચર્ચામાં આવી.
આ ફિલ્મના ગીત મણિક્યા મલરાયા પૂવીમાં પ્રિયાના આંખ મારવાના એક્ઝપ્રેશનને વિશ્વભરમાં લોકપ્રિયતા મળી. આ સીનની ક્લિપ વાયરલ થતા પ્રિયા રાતોરાત સ્ટાર બની ગઈ.
સોશિયલ મીડિયા અને કારકિર્દી
પ્રિયા પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને નિયમિત રીતે પોતાની તસવીરો અને વિડિઓઝ શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને 7.5 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.
વિવિધ ભાષાઓની ફિલ્મોમાં કામ
પ્રિયા હાલમાં હૈદરાબાદમાં રહે છે અને મલયાલમ ઉપરાંત હિન્દી, તેલુગુ અને તમિલ ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. તે માત્ર એક સારી અભિનેત્રી જ નહીં, પરંતુ એક સિંગર પણ છે.
પ્રિયા પ્રકાશ વારીયરનું કરિયર તેનું પ્રભાવશાળી અભિનય અને ચાર્મથી દિવસે દિવસે ઉંચાઈએ પહોંચી રહ્યું છે, અને તે યુવા પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહી છે.
વધુ વાંચો: