Priyanka Chopra ના ભાઈએ કરી ત્રીજી વાર સગાઈ, ભાઈ સિદ્ધાર્થ બન્યો ગુજરાતનો જમાઈ
Priyanka Chopra : પ્રિયંકા ચોપરાના બિઝનેસમેન ભાઈ સિદ્ધાર્થ ચોપરાએ હાલમાં કરી સગાઈ. સગાઈની ખુશખબરી પ્રિયંકા ચોપરાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી ફેન્સ સુધી પહોંચાડી. દેશી ગર્લ Priyanka Chopra એ ભાઈના રોકા સમારંભની તસવીરો શેર કરીને તેને તેની નવી જિંદગી માટે બધાઈ આપી.
હાલમાં, પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થે તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રોકા સેરેમનીની તસવીરો પોસ્ટ કરીને અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથેના તેના સંબંધોની જાહેરાત કરી હતી.
પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ અને નીલમના રોકા સેરેમનીની તસવીર પોસ્ટ કરી અને લખ્યું, “અભિનંદન સિદ્ધાર્થ ચોપરા અને નીલમ ઉપાધ્યાય.” અમારા તરફથી આશીર્વાદ અને ખુબ સારો પ્રેમ.
અભિનેત્રીએ હેશટેગ રોકાફાઇડનો પણ ઉપયોગ કર્યો હતો. પ્રિયંકા ચોપરાએ બીજો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં સિદ્ધાર્થ, નીલમ અને તેના પતિ નિક જોનાસ ટ્રેડિશનલ ડ્રેસમાં સુંદર લાગે છે. તેણે તસવીરની સાથે લખ્યું, “તેણે એમ કહ્યું..હેપી રોકા.”
Priyanka Chopra ના ભાઈએ કરી સગાઈ
પ્રિયંકા ચોપરાની ભાઈ-ભાભી નીલમ ઉપાધ્યાય અને સિદ્ધાર્થ ચોપરાએ પણ રોકા સેરેમનીની તસવીરો તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી હતી અને તેમને કેપ્શનમાં લખ્યું હતું, “તો અમે આ કરી નાખ્યું.” તસવીરમાં, સિદ્ધાર્થ અદભૂત ગુલાબી શેરવાનીમાં અને નીલમ જાંબલી રંગની કુર્તીમાં જોવા મળે છે.
પ્રિયંકાના પરિવાર અને ઈન્ડસ્ટ્રીના મિત્રોએ કોમેન્ટ સેક્શનમાં કપલને અભિનંદન પાઠવ્યા હતા. સિદ્ધાર્થની પિતરાઈ બહેન અને અભિનેત્રી મીરા ચોપરાએ કોમેન્ટમાં લખ્યું, ‘સૌથી સારા સમાચાર… તમે અને પરિવાર બંને ખૂબ ખુશ છો. ખૂબ ખૂબ અભિનંદન. અભિનેત્રી પૂજા બેનર્જીએ લખ્યું, ‘ઓહ વાહ.’
Priyanka Chopra હાલમાં જ મુંબઈમાં આવી હતી અને રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પણ પહોંચી હતી. પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરીને મુંબઈ લઈને આવી હતી. અહીં પ્રિયંકાએ ભારતમાં બલ્ગારી સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું અને ખૂબ જ ઉત્સાહથી હોળી પણ રમી.
પરંતુ આ તસવીરો જોઈને પ્રિયંકાના ભારત આવવાનું સાચું કારણ જાણવા મળ્યું. પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાનો મુંબઈ આવવાનો ખરો હેતુ હતો. પ્રિયંકા ચોપરા ભાઈ સિદ્ધાર્થની રોકા સેરેમની માટે ભારત આવી હતી. સિદ્ધાર્થે અભિનેત્રી નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી લીધી છે, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થની રોકા સેરેમની તસવીર સામે આવતા જ સિદ્ધાર્થ ચોપરાની લવસ્ટોરી ફરી ચર્ચામાં આવી ગઈ છે. નીલમથી સાથે જોડાયા પહેલા સિદ્ધાર્થનું નામ બે અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. નીલમ પહેલા સિદ્ધાર્થએ બે વાર સગાઈ કરી લીધી છે.
2019 માં સિદ્ધાર્થે અભિનેત્રી ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. બંનેના લગ્ન પણ કન્ફર્મ થઈ ગયા હતા. સિદ્ધાર્થ અને ઈશિતા એપ્રિલ 2019 માં લગ્ન કરવા જઈ રહ્યા હતા, પરંતુ પછી અચાનક સમાચાર આવ્યા કે તેમની સગાઈ તૂટી ગઈ છે.
બંનેની સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ખુદ પ્રિયંકા ચોપરાએ પણ બંનેને અભિનંદન પાઠવ્યા હતા. પરંતુ સિદ્ધાર્થ અને ઈશિતાના લગ્ન માં કાંઈ કે અડચણ આવી, અને પછી બંનેના લગ્ન રદ થઈ ગયા.
પ્રિયંકા ચોપરાની મમ્મીએ એકવાર કહ્યું હતું કે સિદ્ધાર્થ હજુ લગ્ન માટે તૈયાર નથી. તેણે તેના પરિવારને કહ્યું છે કે તેને લગ્ન માટે સમયની જરૂર છે. પ્રિયંકાએ પણ ઈશિતાને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી હતી.
આટલું જ નહીં ઈશિતા પહેલા 2014માં સિદ્ધાર્થે તેની ગર્લફ્રેન્ડ કનિકા માથુર સાથે લગ્ન કરવાની યોજના બનાવી હતી. પરંતુ કેટલાક કારણોસર તેમનો સંબંધ તૂટી ગયો અને બંને લગ્ન કરી શક્યા નહીં. બંને 2015માં લગ્ન કરવાના હતા. સિદ્ધાર્થે લગ્ન રદ કર્યા કારણ કે તે તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતો હતો.
વધુ વાંચો: