29ની ઉંમરે PV Sindhu બનશે દુલ્હન, ઉદયપુરમાં કરોડપતિ બિઝનેસમેન સાથે..
PV Sindhu : ભારતીય શટલર પીવી સિંધુ ટૂંક સમયમાં દુલ્હન બનવા જઈ રહી છે. 22 ડિસેમ્બરે તે હૈદરાબાદના આઈટી પ્રોફેશનલ વેંકટ દત્તા સાઈ સાથે લગ્ન બાંધી જશે.
વેંકટ દત્તા સાઈ પોસાઇડેક્સ ટેક્નોલોજીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમના લગ્નની વિધિ રાજસ્થાનના ઉદયપુરમાં થશે અને 20 ડિસેમ્બરે લગ્નની ઉજવણી શરૂ થશે.
સિંધુના પિતાનું નિવેદન
સિંધુના પિતા પીવી રમનાએ જણાવ્યું કે લગ્નનો નિર્ણય એક મહિના પહેલા લેવાયો હતો. પરિવાર ઇચ્છતો હતો કે લગ્ન ડિસેમ્બરમાં થાય, કારણ કે 2025ના જાન્યુઆરીથી સિંધુનું શેડ્યૂલ ખૂબ વ્યસ્ત રહેશે.
પીવી રમનાએ કહ્યું, “બંને પરિવાર એકબીજાને ઓળખતા હતા, પરંતુ એક મહિના પહેલા બધું નક્કી થયું. આ મહિના સિવાય કોઈ અન્ય સમય શક્ય નહોતો.” રિસેપ્શન 24 ડિસેમ્બરે હૈદરાબાદમાં યોજાશે.
વેંકટ દત્તા સાઈ વિશે
વેંકટ દત્તા સાઈ પોસિડેક્સ ટેક્નોલોજીસના મેનેજિંગ ડિરેક્ટર જીટી વેંકટેશ્વર રાવના પુત્ર છે. સાઈએ ફાઉન્ડેશન ઓફ લિબરલ એન્ડ મેનેજમેન્ટ એજ્યુકેશનમાંથી લિબરલ આર્ટ્સમાં ડિપ્લોમા કર્યું છે.
2018માં FLAME યુનિવર્સિટીમાંથી BBA પૂર્ણ કરી અને પછી બેંગલોરના ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજીમાંથી ડેટા સાયન્સ અને મશીન લર્નિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
PV Sindhu ની કારકિર્દી
પીવી સિંધુને ભારતના શ્રેષ્ઠ બેડમિન્ટન ખેલાડીઓમાંની એક માનવામાં આવે છે. ઓલિમ્પિકમાં સતત મેડલ જીતનારી તે બીજી ભારતીય છે.
2016માં રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને 2020 ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સિંધુ 2017માં પ્રથમ વખત વિશ્વ રેન્કિંગમાં નંબર 2 પર પહોંચી હતી.
તાજેતરમાં જ સિંધુએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300 ટૂર્નામેન્ટ જીતીને ત્રીજી વખત આ ટાઈટલ પર કબજો કર્યો. અગાઉ 2017 અને 2022માં પણ તે આ ટાઈટલ જીતી હતી.
2022માં સિંગાપોર ઓપન જીત્યા બાદ 2023માં સ્પેન માસ્ટર્સ 300 અને 2024માં મલેશિયા માસ્ટર્સ 500ની ફાઈનલ સુધી પહોંચી હતી, જ્યાં તે ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી.
વધુ વાંચો: