Radhika Apte લગ્નના 12 વર્ષ બાદ થઈ પ્રેગ્નેન્ટ, ફોટા શેર કરી સૌને ચોંકાવી..
Radhika Apte : રાધિકા આપ્ટેએ BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની નવી ફિલ્મ ‘સિસ્ટર મિડનાઈટ’ના પ્રીમિયર દરમિયાન પહેલીવાર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જે ચર્ચાનો વિષય બની ગયો છે.
Radhika Apte એ રેડ કાર્પેટ પર આવ્યા પછી જ બધાને આશ્ચર્યચકિત કરી દીધા. રાધિકાની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપી વાયરલ થઈ રહી છે અને ચાહકો તરફથી તેમને અભિનંદનોની ઝપટ મળી રહી છે.
2012માં રાધિકા આપ્ટેએ બ્રિટિશ સંગીતકાર બેનેડિક્ટ ટેલર સાથે લગ્ન કર્યા હતા, અને 12 વર્ષના લગ્ન જીવન પછી આ સુંદર દંપતી તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે.
રાધિકા આપ્ટેએ સોશિયલ મીડિયા પર ઈવેન્ટની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે બ્લેક બોડીકોન ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી હતી. BFI લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી વધુ લોકોએ તેનું બેબી બમ્પ ધ્યાન આકર્ષ્યું, કારણ કે આ પહેલીવાર હતું જ્યારે રાધિકા પોતાનો બેબી બમ્પ જાહેરમાં ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
લોકોની તરફથી તેઓને સતત શુભેચ્છાઓ મળી રહી છે. કેટલાક ચાહકોએ કમેન્ટ્સમાં રાધિકાને પ્રેગ્નેન્સી અને પ્રીમિયર બંને માટે અભિનંદન પાઠવ્યા છે.
બેનેડિક્ટ અને રાધિકાની મુલાકાત લંડનમાં contemporary ડાન્સના અભ્યાસ દરમિયાન થઈ હતી. થોડા વર્ષોના ડેટિંગ પછી, બંનેએ 2012માં ઉત્તર ઇંગ્લેન્ડમાં ઇન્ટીમેટ સમારંભમાં લગ્ન કર્યા હતા. રાધિકા હંમેશા પોતાના અંગત જીવનને ગુપ્ત રાખે છે, પરંતુ આ વખતે રેડ કાર્પેટ પર તેનો બેબી બમ્પ દર્શાવતાં તે ચાહકોમાં વધુ ચર્ચાનો વિષય બની છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, રાધિકા ‘સિસ્ટર મિડનાઈટ’ ઉપરાંત બીજી એક અંગ્રેજી ફિલ્મ ‘લાસ્ટ ડેઝ’ની રિલીઝ માટે પણ તૈયારી કરી રહી છે.