google-site-verification: googlec8654436f05b508b.html

અંબાણીની પુત્રવધુ Radhika Merchant એ ગળામાં નહીં હાથમાં મંગળસૂત્ર પહેર્યું

અંબાણીની પુત્રવધુ Radhika Merchant એ ગળામાં નહીં હાથમાં મંગળસૂત્ર પહેર્યું

Radhika Merchant : અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટના સ્ટાઇલ, ફેશન સેન્સ અને એલિગન્સની દેશ-વિદેશમાં ખૂબ ચર્ચા થઈ રહી છે. રાધિકાની ફેશનની પસંદગી હંમેશા પ્રશંસનીય હોય છે.

તેમાંથી ઝળહળતો ફેશન સેન્સ સ્પષ્ટ થાય છે, અને લોકો તેના વખાણ કરવાનું નથી ભૂલતા. રાધિકા સારી રીતે જાણે છે કે તેની પર શું ફભે છે, અને તે તે મુજબના વસ્ત્રો પસંદ કરે છે, જે તેની સુંદરતામાં વધુ તેજ લાવે છે.

તાજેતરમાં જ ગૂગલની ટોચની શોધાયેલી સેલિબ્રિટીઝમાં રાધિકા મર્ચન્ટ એ સ્થાન મેળવ્યું છે. તે વિવિધ આઉટફિટ્સમાં દમદાર દેખાય છે, અને આ વખતે તેનું લુક લોકોને તેની તરફ આકર્ષિત કર્યા વગર રહ્યું નહીં.

Radhika Merchant
Radhika Merchant

હાલમાં જ આયોજિત NMACC (નિતા મુકાશ અંબાણી કલ્ચરલ સેન્ટર) ઇવેન્ટ આર્ટ્સ કેફે લોન્ચ પર Radhika Merchant ની સ્ટાઇલ અને લુકને ખૂબ જ વખાણ મળ્યા હતા. આ ઇવેન્ટ રાધિકાની સાસુ નીતા અંબાણીએ આયોજિત કરી હતી, જ્યાં આખો અંબાણી પરિવાર સુંદર વસ્ત્રોમાં જોવા મળ્યો, પણ રાધિકાના અનોખા અને એલિગન્ટ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું.

રાધિકા મર્ચન્ટ એ આ પ્રસંગ માટે Dior બ્રાન્ડના સ્પ્રિંગ 2023 કલેક્શનમાંથી એક ફ્લોરલ બ્લેક ડ્રેસ પસંદ કર્યો હતો. આ ડ્રેસ એન્કલ લેન્થનો હતો અને તેના પરની બારીઓ કટ અને અનોખી નેકલાઇન ડિઝાઇન તેને ઓફ-શોલ્ડર લુક આપતી હતી.

ડ્રેસની કટ આઉટ સ્લીવ્સ તેના લુકમાં વધુ શોભા લાવી રહી હતી. બારેમાસ સ્ટાઇલિશ લાગતી રાધિકાના બ્લેક ડ્રેસ સાથેની હેરમેસ બ્રાન્ડની લાલ રંગની હેન્ડબેગ પણ ખાસ ધ્યાન ખેંચતી હતી. આ બેગને રાધિકાએ પર્સનલાઇઝ્ડ ટચ આપીને તેના નામના પહેલા બે અક્ષર “RA” લગાવ્યા હતા.

Radhika Merchant
Radhika Merchant

તેણે ડાયમંડ ડ્રોપ ઇયરિંગ્સ અને મંગળસૂત્ર સાથે તેનો લુક પૂરો કર્યો હતો. ખાસ કરીને, રાધિકાએ મંગળસૂત્રને પરંપરાગત રીતે ગળામાં પહેરવાના બદલે હાથમાં બંગડીના રૂપમાં પહેર્યો હતો, જે ખૂબ યુનિક હતું.

મંગળસૂત્રમાં બટરફ્લાય શેપનું પેન્ડન્ટ તેની અલગ ઓળખ આપી રહ્યું હતું. ન્યૂડ મેકઅપ અને ઓપન હેર સ્ટાઈલ સાથેના આ લુકે રાધિકાને બાર્બી ડોલ જેવી સુંદર બનાવી દીધી હતી.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *