Radhika Merchant એ હલ્દી સેરેમનીમાં અસલી ફૂલોથી બનેલો દુપટો અને જવેલરી પહેર્યા
Radhika Merchant : 12મી જૂલાઈના અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન થવા જઈ રહ્યા છે. હાલમાં લગ્ન પહેલાંના મામેરું, સંગીત, હલ્દી અને મહેંદી જેવી વિવિધ સેરેમનીઓ ચાલી રહી છે. ગઈકાલે જ અનંત અને Radhika Merchant ની હલ્દી સેરેમની યોજાઈ હતી અને આ સેરેમનીમાં બ્રાઇડ-ટુ-બી રાધિકા મર્ચન્ટનો લૂક ખરેખર ખૂબ જ સુંદર હતો.
હંમેશા હીરા-મોતી, સોના-ચાંદી અને રત્નોથી સજ્જ આભૂષણોમાં જોવા મળતી રાધિકાનો આ અનોખો લૂક લોકોને મંત્રમુગ્ધ કરી દિધો હતો. આવો જોઈએ કે આ લૂકમાં ખાસ શું હતું.
હલ્દી સેરેમનીમાં પીળા રંગના આઉટફિટમાં રાધિકા એકદમ પરીઓ જેવી લાગી રહી હતી. રાધિકા મર્ચન્ટ એ મોગરા અને ગેંદાના તાજા ફૂલોથી ખાસ તૈયાર કરવામાં આવેલા દુપટ્ટા અને જ્વેલરી પહેરી હતી, જેના કારણે તે ચાંદના ટુકડાની જેમ ઝગમગી ઉઠી હતી. રાધિકાનો આ લૂક પણ તેના બાકીના લૂકની જેમ એકદમ અદ્ભુત હતો.
ડિઝાઈનર અનામિકા ખન્નાએ રાધિકા મર્ચન્ટનો આ સુંદર લહેંગો ડિઝાઈન કર્યો હતો. ફ્લોરલ આર્ટ માટે જાણીતા એક આર્ટિસ્ટે રાધિકાની ફૂલોથી બનેલી જ્વેલરી તૈયાર કરી હતી. બોલવું પડે, રાધિકાનો આ અંદાજ એકદમ તાજગીભર્યો છે અને સોનમ કપૂરની બહેન રિયા કપૂરે રાધિકાનો આ જબરદસ્ત લૂક ફરીથી ઉતાર્યો છે.
ફૂલોના આઉટફિટ અને જ્વેલરીમાં સજ્જ રાધિકાને જોઈને નજર હટાવવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પર પણ યુઝર્સ તેના લૂકની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. હલ્દી સેરેમની માટે રાધિકાએ બે લૂક કેરી કર્યા હતા.
પ્રથમ લૂકમાં તે પીળા રંગના આઉટફિટમાં જોવા મળી હતી, તો બીજા લૂકમાં તેણે સુંદર પિંક ડિઝાઈનર લહેંગો પહેર્યો હતો. બન્ને લૂકમાં રાધિકા ગજબની સુંદર લાગી રહી હતી. 12મી જુલાઈના યોજાનારા આ લગ્નમાં બોલીવૂડથી હોલીવૂડ, બિઝનેસ, સ્પોર્ટ્સ સહિતના અનેક મહાનુભાવો હાજરી આપશે.
અનંત રાધિકા હલ્દી સેરેમની
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લરનો કિલર લુક જોવા મળ્યો હતો. અભિનેત્રી પીળા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
જાન્હવી કપૂર પીળી સાડી લુક
જાન્હવી કપૂર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમનીમાં હાજર રહી હતી. બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર પીળી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રણવીર સિંહ પીળા કુર્તામાં સજ્જ
રણવીર સિંહ પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની પ્રસંગે હાજર રહ્યો હતો. પીળા કુર્તામાં સજ્જ રણવીર સિંહ હલ્દીથી લથપથ દેખાયો હતો. આ સાથે તેણે અહીં પાનનો સ્વાદ પણ માણ્યો હતો.