Ranbir Kapoor એ એવા તો શું કાંડ કર્યા કે ED એ તેને નોટિસ મોકલી, જાણો કયા કેસમાં થશે પૂછપરછ
Ranbir Kapoor: એ એવા તો શું કાંડ કર્યા કે ED એ તેને નોટિસ મોકલી, બોલિવૂડ એક્ટર Ranbir Kapoor અચાનક જ ચર્ચામાં આવી ગયો છે. ‘મહાદેવ બુક’ ઓનલાઈન સટ્ટાબાજીની એપના મામલામાં અભિનેતા Ranbir Kapoor ની મુશ્કેલીઓ વધી રહી છે. કપૂર પરિવારના ચિરાગ Ranbir Kapoor ને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે. Ranbir Kapoor પહેલા આ મામલામાં બોલિવૂડના 14 મોટા સેલેબ્સના નામ સામે આવ્યા હતા, જેમાં સની લિયોનથી લઈને નેહા કક્કર સુધીના નામ સામેલ હતા.
View this post on Instagram
Ranbir Kapoor ની પૂછપરછ કરવામાં આવશે
Ranbir Kapoor ને સમન્સ મોકલ્યા હતા અને ઓનલાઈન ગેમિંગ કેસમાં 6 ઓક્ટોબરે પૂછપરછ માટે તેને તેની ઓફિસમાં બોલાવ્યો હતો. મહાદેવ બુક ઓનલાઈન સટ્ટાબાજીની એપનો મુદ્દો જોર પકડી રહ્યો છે. આ એપ દ્વારા ગેરકાયદે સટ્ટાબાજીની મોટી રમત રમાતી હતી. ED હવે તેની તપાસ કરી રહી છે, એટલું જ નહીં, EDએ આ મામલે ઘણી જગ્યાએ દરોડા પણ પાડ્યા છે.
એનિમલમાં જોવા મળશે
View this post on Instagram
Ranbir Kapoor ની આગામી ફિલ્મ એનિમલ આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ ચાહકોને ફિલ્મની પ્રથમ ઝલક જોવા મળી. Ranbir Kapoor સાથે આ ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પહેલીવાર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગા કરી રહ્યા છે જેમણે કબીર સિંહ જેવી ફિલ્મો આપી છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં છે.
View this post on Instagram