Ranbir Kapoor ને રાહા તરફથી મળી સ્પેશિયલ ગિફ્ટ, ચાહકોએ કહ્યું- બધું જ ધ્યાન ઢીંગલી..
Ranbir Kapoor : રણબીર કપૂર આજે 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર કેટલીક સુંદર તસવીરો શેર કરીને રણબીરને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
આ તસવીરોમાં તેમની પુત્રી રાહા કપૂર પણ દેખાઈ રહી છે, જેણે ફરી એકવાર આખી લાઇમલાઇટ ચોરી લીધી છે. ચાહકો રાહાની ક્યૂટનેસના દીવાના બની ગયા છે અને તેની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
આલિયા ભટ્ટે પોતાના ઇન્સ્ટાગ્રામ પર છ તસવીરો શેર કરી છે. તેણે કેપ્શનમાં રણબીરને અભિનંદન આપતાં લખ્યું, “ક્યારેક તમને માત્ર એક મોટા આલિંગનની જરૂર હોય છે, જેથી તમે જીવનને અનુભવી શકો. હેપી બર્થડે બેબી.”
આલિયાની પોસ્ટ પર ચાહકોની પ્રતિક્રિયા ધડાધડ આવી રહી છે. એક યુઝરે લખ્યું, “અમને ખબર પણ ન હતી કે રાહા આ ફેમિલીને આટલી બેહતર રીતે પૂર્ણ કરશે.” બીજાએ લખ્યું, “રાહાએ બધાનું ધ્યાન ખેંચી લીધું.” ત્રીજાએ કોમેન્ટ કરી, “ખૂબ જ સુંદર પરિવાર.” અને ચોથાએ લખ્યું, “રાહાનું સ્મિત એ બધું જ છે જેની આપણને જરૂર છે.”
આલિયા અને રણબીરે 2022માં લગ્ન કર્યા હતા. વર્ષો સુધી ડેટિંગ કર્યા બાદ, 14 એપ્રિલ, 2022ના રોજ આલિયા અને રણબીર લગ્નબધ્ધ થયા.
આલિયા ભટ્ટ એ લગ્નના બે મહિના બાદ માતા બનવાની જાહેરાત કરી હતી. નવેમ્બર 2022માં આલિયાએ પુત્રી રાહાને જન્મ આપ્યો હતો. ક્રિસમસના અવસર પર દંપતીએ પહેલીવાર પાપારાઝીને પુત્રી રાહાનો ચહેરો દેખાડ્યો, જે બાદ રાહા લોકપ્રિયતાની ચમકમાં આવી.
રણબીર કપૂરે 2007માં સંજય લીલા ભણસાલીની “સાવરિયા” સાથે બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું, અને ત્યારથી તેણે દરેક પાત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. પ્રેમી છોકરાની ભૂમિકા હોય કે પ્રેમમાં હારેલા માણસની, સપનાનું પીછો કરનાર વ્યક્તિ હોય કે સમાજના બોજ હેઠળ પીસાતો વ્યક્તિ, રણબીરે દરેક રોલ બખૂબી ભજવ્યા છે.
“વેક અપ સિડ”, “રોકેટ સિંઘ: સેલ્સમેન ઑફ ધ યર”, “બરફી”, “અજબ પ્રેમ કી ગઝબ કહાની”, “રાજનીતિ”, “રોકસ્ટાર”, “સંજુ” જેવી ફિલ્મોમાં રણબીરે પોતાની આગવી છાપ મૂકી છે.
હાલમાં રણબીર છેલ્લે સંદીપ રેડ્ડી વાંગાની “એનિમલ”માં જોવા મળ્યો હતો, જેમાં તેણે રણવિજય સિંહનું પાત્ર નિભાવ્યું અને તેના આ અભિનયને સારી પ્રશંસા મળી. તે “એનિમલ”ની સિક્વલમાં અઝીઝની ભૂમિકા ભજવશે, જેનું નામ “એનિમલ પાર્ક” છે, પરંતુ તેની હજી સત્તાવાર જાહેરાત બાકી છે.
રણબીર કપૂર નિતેશ તિવારીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ “રામાયણ” માટે પણ તૈયારી કરી રહ્યો છે, જે મહાકાવ્યનું સિનેમેટિક રૂપાંતરણ છે. આ ફિલ્મ ટ્રિલોજી તરીકે બનાવવામાં આવશે, જેમાં સાઈ પલ્લવી, યશ, અરુણ ગોવિલ અને લારા દત્તા જેવા કલાકારો પણ ભાગ લેશે
સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત “લવ એન્ડ વોર”માં પણ રણબીર પોતાની પત્ની આલિયા ભટ્ટ અને “સંજુ”ના કો-સ્ટાર વિકી કૌશલ સાથે સ્ક્રીન શૅર કરશે. આ ફિલ્મ 20 માર્ચ, 2026ના રોજ રિલીઝ થવાની છે.
આ ફિલ્મ “બ્રહ્માસ્ત્ર: પાર્ટ વન – શિવા” બાદ આલિયા અને રણબીરના પુનઃમિલનને દર્શાવશે. “બ્રહ્માસ્ત્ર”ના સેટ પર જ તેઓ એકબીજાને પ્રેમમાં મળ્યા અને ડેટિંગ શરૂ કર્યું હતું.
વધુ વાંચો: