રાની મુખર્જીએ ખોલી Aishwarya Rai ની પોલ, શુટિંગ પર કર્યો હતો આવો કાંડ
Aishwarya Rai : બોલિવૂડમાં લડાઈ-ઝગડા સામાન્ય બાબત છે. શાહરૂખ-સલમાન હોય કે સલમાન-વિવેક, મોટા સ્ટાર્સના ઝગડાઓ હંમેશા ચાહકોનું ધ્યાન ખેંચે છે. માત્ર અભિનેતાઓ જ નહીં, એક્ટ્રેસિસ પણ તેમના ઝગડાઓને કારણે લાઈમલાઈટમાં રહે છે.
કેટલાંક સેલેબ્રિટીઝ એકબીજાને જોવું પણ પસંદ કરતા નથી. દોસ્તી તૂટવી અને નવી દોસ્તી થવી બોલિવૂડમાં સામાન્ય માનવામાં આવે છે. કેટલાક સ્ટાર્સ છે જે એક સમયે પાક્કા મિત્રો ગણાતા હતા, પરંતુ હવે એકબીજાની સામે આવવાનું પણ ટાળે છે.
પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી એક સમયે ખૂબ જ નજીકના મિત્રો હતા. પરંતુ અચાનક જ બંનેના સંબંધોમાં તિરાડ પડી ગઈ હતી, અને વર્ષો બાદ પણ એ તિરાડ જળવાઈ રહી છે.
ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી બોલિવૂડની બે મહાન અભિનેત્રીઓ છે, જેમણે ઘણી ફિલ્મોમાં શાનદાર પ્રદર્શન આપ્યું છે. તેમ છતાં, રાની અને ઐશ્વર્યા વચ્ચે ક્યારેય કોઈ ખુલ્લી દુશ્મનાવટ નહોતી, પરંતુ અમુક કારણોસર તેમની વચ્ચે કોલ્ડ વોર શરૂ થઈ ગઈ હતી, જે તદ્દન ચર્ચાસ્પદ બની.
મિડિયા રિપોર્ટ્સ મુજબ, ઐશ્વર્યા રાય અને રાનીના સંબંધોમાં કડવાશનું મુખ્ય કારણ બોલિવૂડના સુપરસ્ટાર્સ શાહરૂખ ખાન અને સલમાન ખાન હતા. ઐશ્વર્યાને રાની મુખર્જીની જગ્યાએ ફિલ્મ “ચલતે ચાલતે” માં લેવામાં આવી હતી, જેમાં તેણે શાહરૂખ સાથે રોમાન્સ કરવો હતો.
ફિલ્મના શૂટિંગ દરમિયાન, ઐશ્વર્યા અને સલમાન વચ્ચેના તણાવને કારણે એક દિવસ સલમાને સેટ પર મોટો હંગામો સર્જ્યો હતો. આ પછી, ફિલ્મના સહ-નિર્માતા શાહરૂખ ખાને ઐશ્વર્યાને ફિલ્મમાંથી હટાવવાનો નિર્ણય લીધો, અને તેના બદલે રાની મુખર્જીને કાસ્ટ કરવામાં આવી.
આ બદલાવથી ઐશ્વર્યા ખૂબ જ નારાજ થઈ ગઈ, ખાસ કરીને તે જ સમયે તેની નજીકની મિત્ર રાની આ ભૂમિકા કરી રહી હતી, જેને તેણે દગો માન્યો.
આ પછી, રાની અને ઐશ્વર્યા વચ્ચેના તણાવની ચર્ચા બોલિવૂડમાં ગાજવા લાગી. કરણ જોહરના પ્રસિદ્ધ ચેટ શો “કોફી વિથ કરણ”માં રાનીએ આ મુદ્દે ખુલાસો કર્યો હતો કે, “મને કોઈની સાથે કોઈ વાંધો નથી.
હું હજી પણ ઐશ્વર્યાને પસંદ કરું છું, પરંતુ ઐશ્વર્યાએ ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું છે.” આ રીતે, ઐશ્વર્યા અને રાનીના મિત્રતાના તણાવને લગભગ 21 વર્ષ થયા છે, પરંતુ તે ક્યારેય સમાધાન કરી શક્યા નથી.
વધુ વાંચો: