google-site-verification: googlec8654436f05b508b.html

Ratan Tata ને એક નહીં ચાર વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા, કોણ બનશે વારસ?

Ratan Tata ને એક નહીં ચાર વાર પ્રેમ થયો છતાં પણ કેમ કુંવારા રહ્યા, કોણ બનશે વારસ?

Ratan Tata : રતન ટાટા પાસે પૈસા, માન-સન્માન અને શોહરત બધું જ હતું, પણ તેમના જીવનમાં પ્રેમની કહાણી જરા અલગ રહી. તેમનો પ્રેમ પણ થયો, પરંતુ તે ક્યારેય સફળ ન થઈ શક્યો.

86 વર્ષની વયે આ ફાની દુનિયાથી વિદાય લેતા Ratan Tata વિશે વારંવાર પ્રશ્ન થતો કે આટલું મોટું બિઝનેસ સામ્રાજ્ય હોવા છતાં તેમણે કદી લગ્ન કેમ ન કર્યા?

રતન ટાટાએ પોતાના જીવનમાં ખૂબ કંઈ હાંસલ કર્યું હતું, જે ઘણા લોકો ફક્ત સપનામાં જ જોઈ શકે, પણ એક વાત તેમનું જીવન ભર ઉચિટ રહી. તે હતો તેમનો પ્રેમ, જે ક્યારેય પૂરો ન થયો.

તેમણે એક ફેસબુક પોસ્ટમાં પોતે જ તેમના અધૂરા પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. આ પ્રેમ કહાની લોસ એન્જેલસમાં શરૂ થઈ, જ્યાં તેમણે કોલેજ પૂર્ણ કર્યા પછી એક આર્કિટેક્ચર કંપનીમાં નોકરી કરી. ત્યારે, 1960ના રોજ તેમની ઉંમર 25 વર્ષની આસપાસ હતી.

1962ના ભારત-ચીન યુદ્ધના કારણે લગ્ન ન થઈ શક્યા

Ratan Tata એ જણાવ્યું હતું કે તેમને પ્રેમ થયો હતો અને તેઓ લગ્ન કરવાની તૈયારીમાં હતા. પરંતુ અચાનક, તેમને થોડા સમય માટે ભારત પરત ફરવું પડ્યું, કારણ કે તેમના દાદા, જે છેલ્લા સાત વર્ષથી બીમાર હતા, તેમની તબિયત ખરાબ થઈ હતી.

Ratan Tata
Ratan Tata

રતન ટાટાને આશા હતી કે તેમની પ્રેમિકા પણ લગ્ન કરીને તેમના સાથે ભારત આવશે. પરંતુ 1962માં ભારત-ચીન યુદ્ધ શરૂ થયું, અને આ પરિસ્થિતિમાં તેમના પ્રેમિકાના માતા-પિતા આ સંબંધને આગળ વધારવા ઇચ્છતા નહતા. જેના પરિણામે, રતન ટાટાનો પ્રથમ પ્રેમ અધૂરો રહી ગયો.

સિમ્મી ગ્રેવાલે કબૂલ્યું હતું રતન ટાટા સાથેનું રિલેશન

સિમ્મી ગ્રેવાલ અને રતન ટાટા વચ્ચેના સંબંધો અંગે વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં ઘણી વાતો કહેવાઈ છે. સિમ્મીએ એક ઇન્ટરવ્યુમાં પોતે જ આ સંબંધોની પૃષ્ટિ આપી હતી. રતન ટાટા અને સિમ્મી ગ્રેવાલ લાંબા સમય સુધી ડેટ કરતા હતા, પરંતુ તેમનો સંબંધ અંતે સફળ ના થઈ શક્યો.

Ratan Tata
Ratan Tata

બંનેએ તેમના જીવનના એક તબક્કે આવીને અલગ થવાનું નક્કી કર્યું. ઇન્ટરવ્યુમાં, સિમ્મી ગ્રેવાલે રતન ટાટાની નમ્રતા અને વિનમ્ર સ્વભાવને ખૂબ આદરપૂર્વક યાદ કર્યું. તેમણે ખાસ કરીને ઉલ્લેખ કર્યો કે રતન ટાટા માટે પૈસા ક્યારેય પ્રાથમિકતા ધરાવતા નથી.

કેવી રીતે થઈ બંનેની મુલાકાત?

રતન ટાટા અને સિમ્મી ગ્રેવાલની મુલાકાત એક રસપ્રદ ઘટના હતી. જ્યારે રતન ટાટા વિદેશમાં અભ્યાસ પૂરો કરીને ભારત પરત આવ્યા, ત્યારે તેમની સિમ્મી સાથે મુલાકાત થઈ. થોડા સમય બાદ, બંનેને એકબીજાની પસંદ આવી અને આ પસંદગી ધીરે-ધીરે પ્રેમમાં ફેરવાઈ.

જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન સિમ્મીને રતન ટાટા સાથે લગ્ન ન કરવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે રતન ટાટા એક અત્યંત સારા વ્યક્તિ છે અને આજ સુધી પણ તેઓ તેમનો આદર કરે છે. કેટલાક કારણોસર તેઓ બંને અલગ થઈ ગયા અને કદી લગ્ન કરી શક્યા નહીં. સિમ્મીએ ટાટાને પરફેક્શનિસ્ટ, ફની અને સચ્ચા જેન્ટલમેન તરીકે વર્ણવ્યા.

એકવાર નહીં પરંતુ ચાર-ચાર વાર થયો હતો પ્રેમ

એવું નથી કે રતન ટાટાને માત્ર એકવાર જ પ્રેમ થયો. તેઓ પોતાના જીવનમાં ચાર વખત ગંભીર સંબંધોમાં રહી ચૂક્યા છે. દરેક સંબંધને તેઓ લગ્ન સુધી લઈ જવા ઇચ્છતા હતા, પરંતુ કોઈને કોઈ કારણસર તેમના તમામ સંબંધો તૂટી ગયા.

Ratan Tata
Ratan Tata

ત્યારબાદ, તેમણે તેમના કામ પર સંપૂર્ણ ફોકસ કરવાનો નિર્ણય કર્યો. એ વાત તો પ્રખ્યાત છે કે રતન ટાટા જીવનભર કુંવારા રહ્યા, અને આ વાતનો તેમને ક્યારેય ખેદ નથી થયો. તેમણે ઘણીવાર આ વાત પર નિવેદન આપ્યું છે કે, “સારું જ થયું કે હું સિંગલ રહ્યો, કારણ કે જો લગ્ન કર્યા હોત, તો કદાચ પરિસ્થિતિ ઘણી જટિલ બની જાય.”

રતન ટાટાનો જીવન પરિચય

રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ ગુજરાતના સુરતમાં એક પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ નવલ ટાટા અને માતાનું નામ સોનૂ ટાટા હતું. તેમના પિતાએ બે લગ્ન કર્યા હતા, અને તેમની સાવકી માતાનું નામ સિમોન ટાટા હતું. નોએલ ટાટા તેમના સાવકા ભાઈ છે.

રતન ટાટાએ કૉર્નેલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂરો કર્યા બાદ ટાટા ગ્રુપમાં તેમની કારકિર્દી શરૂ કરી. હાલમાં, તેઓ ટાટા સન્સ, ટાટા ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના ચેરમેન છે.

તેઓ ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલટેન્સી, ટાટા પાવર, ટાટા ગ્લોબલ બેવરેજ, ટાટા કેમિકલ્સ, ટાટા ટેલીસર્વિસ અને તાજ ગ્રુપના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

વધુ વાંચો:

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *