મહારાણીથી ઓછી નથી Rekha ની લાઈફ, લક્ઝરી કાર, આલીશાન બંગલો, કરોડોની નેટવર્થ..
Rekha : બોલિવૂડમાં એવી ઘણી હસીનાઓ છે, જેમણે અપાર સંપત્તિ મેળવી છે. લક્ઝરી કારથી લઈને ભવ્ય બંગલા અને કરોડોની નેટવર્થ ધરાવતી આ અભિનેત્રીઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર શાસન કરે છે. આજે આપણે જાણીશું હિન્દી સિનેમાની લોકપ્રિય અને આઇકોનિક અભિનેત્રી રેખાની સંપત્તિ વિશે. તો ચાલો જાણીએ કે રેખા પાસે કેટલી સંપત્તિ છે.
‘મહારાણી’ જેવી લાઇફ જીવે છે રેખા
Rekha લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, પણ તેમ છતાં પણ તે પોતાની શાનદાર અને ‘મહારાણી’ જેવી લાઈફસ્ટાઇલ માટે જાણીતી છે. તેમનો ગ્લેમરસ લુક આજે પણ તેમની આગવી ઓળખ છે. રેખા પાસે ખુબજ સંપત્તિ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રેખાની કુલ નેટવર્થ 332 કરોડ રૂપિયા છે.
લક્ઝરી કાર અને જીવનશૈલી
રેખાની લાઈફસ્ટાઈલ તેમની શાનદાર સંપત્તિની જબરદસ્ત ઝલક આપે છે. રેખા પાસે સાડીઓનું વિશાળ કલેક્શન છે અને ઘણી મોંઘી લક્ઝરી કાર્સ પણ છે. તેમાં રોલ્સ રોયસ ઘોસ્ટ સામેલ છે, જેની કિંમત 6.01 કરોડ રૂપિયા છે. તેમ જ 1.63 કરોડ રૂપિયાની Audi A8 કાર પણ તેમની પાસે છે.
100 કરોડનો આલીશાન બંગલો
રેખા પાસે BMW i7 ઈલેક્ટ્રિક કાર અને મર્સિડીઝ-બેન્ઝ S-Class જેવી મોંઘી કાર્સ છે, જેની કિંમત રૂ. 2.17 કરોડ છે. ઉપરાંત, રેખા ફિલ્મ માટે આશરે 14 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમ જ મુંબઈના બાંદ્રા, બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં એક ભવ્ય બંગલો છે, જેની કિંમત 100 કરોડ રૂપિયા છે.
રેખાનો કારકિર્દી અને પ્રભાવ
રેખા ફિલ્મોમાંથી ગાયબ છે, પરંતુ તે સમયાંતરે ઈવેન્ટ્સ અને ફંક્શનમાં જોવા મળે છે. રેખાએ ‘ઉમરાવ જાન’, ‘મિસ્ટર નટવરલાલ’, ‘મુકદ્દર કા સિકંદર’, ‘ખૂન ભરી માંગ’, ‘ખૂબસૂરત’, ‘ઘર’, ‘ઈજાજત’, ‘નમક હરામ’, ‘ખિલાડી કા ખિલાડી’, ‘લજ્જા’ અને ‘જુદાઈ’ જેવી અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
રેખાની સંપત્તિ અને સ્ટાઇલથી સાબિત થાય છે કે તે બોલિવૂડની સૌથી શાનદાર હસ્તીઓમાંની એક છે, જે આજે પણ દરેકના દિલ પર શાસન કરે છે.
વધુ વાંચો: