69 વર્ષની Rekha નો આ લૂક જોઈને ફેન્સને વળી ગયો પરસેવો, બોલ્યા- 40ની લાગે..
Rekha : બોલીવૂડની સદાબહાર અને સુંદર અભિનેત્રીઓની વાત આવે અને તેમાં ઉમરાવ જાન તરીકે પ્રસિદ્ધ Rekha નો ઉલ્લેખ ન થાય તે તો અશક્ય છે. આ ઉંમરે પણ રેખા પોતાની અદભૂત સુંદરતા અને શાનદાર લૂકથી આજકાલની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
કોઈ પણ ઈવેન્ટ કે એવોર્ડ શોમાં રેખા હંમેશા પોતાના આકર્ષક લૂકથી લાઈમલાઈટ ચોરી લે છે. હાલમાં જ રેખા મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા હતા, અને તેમનો દિલકશ અંદાજ જોઈને ચાહકોના દિલ ધડકવા લાગી ગયા હતા.
સોશિયલ મીડિયા પર રેખાના એરપોર્ટ લૂકના ફોટા અને વીડિયોઝ ઝડપથી વાઈરલ થઈ રહ્યા છે. આ વખતે રેખાએ બ્લેક આઉટફિટ પહેર્યું હતું, જે સામાન્ય રીતે તેમની હંમેશની ટ્રેડિશનલ સ્ટાઈલથી સંપૂર્ણ રીતે અલગ હતો. ચાહકો રેખાના આ નવો અંદાજ જોઈને મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
રેખાએ બ્લેક ગાઉન સાથે ગળામાં વ્હાઈટ સ્કાર્ફ પહેર્યો હતો અને બ્લેક સ્કાર્ફ માથા પર વીંટાળ્યું હતું. સાથે રેડ કલરની લિપસ્ટિકથી તેમની સુંદરતા વધુ છવાઈ ગઈ હતી. રેખા સ્પોર્ટ્સ શૂઝમાં જ્યારે એરપોર્ટ પર નજરે ચઢ્યા, ત્યારે ચાહકો બેઅંત ખુશ થઈ ગયા.
આ ઈન્ટરનેટ પર રેખાના યુનિક લૂક પર ફેન્સ સતત લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. આ સમયે રેખા સાથે તેમની સેક્રેટરી ફરઝાના પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે, ફરઝાના હંમેશા રેખાજી સાથે રહે છે. રેખાએ પેપારાઝીઝને નમસ્તે કહીને વધાવ્યા, અને તે સમયે પેપારાઝીઝ પણ રેખાને આ લૂકમાં જોઈને અત્યંત ખુશ થઈ ગયા હતા.
View this post on Instagram
ફેન્સે રેખાના વિડીયોમાં કમેન્ટ કરતાં લખ્યું, “ફોરેવર બ્યુટી,” તો બીજાએ કમેન્ટ કરી, “ફોરેવર સ્ટાઈલ આઈકોન.” રેખા હંમેશા ટ્રેડિશનલ અવતારમાં જોવા મળે છે, પરંતુ આ વખતે વેસ્ટર્ન આઉટફિટમાં તેમને જોઈને ચાહકોને નવું અને અદ્ભુત લાગ્યું. જોકે, રેખાજી કયાં જઈ રહ્યા હતા તે અંગે કોઈ માહિતી મળી નથી.
વધુ વાંચો: