મહાદેવનું એક એવું મંદિર જ્યાં દર વર્ષે શિવલિંગ પર ફૂટે છે સ્વયંભૂ અંકુર!

મહાદેવનું એક એવું મંદિર જ્યાં દર વર્ષે શિવલિંગ પર ફૂટે છે સ્વયંભૂ અંકુર!

શિવજીને રીઝવવાનો અનોખો અવસર એટલે શ્રાવણ માસ. અન્ય દિવસો કરતા આ દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે.
કારણ કે શિવજીને શ્રાવણ માસ ખૂબ પસંદ છે જેથી આ દિવસોમાં શિવ આરાધનાનું વિશેષ ફળ મળે છે. ત્યારે આજે આપણે એવા રહસ્યમયી શિવ મંદિર વિશે વાત કરીએ જેના વિશે તમે ક્યારેય સાંભળ્યુ પણ નહી હોય !

શ્રાવણ માસમાં આ મંદિરમાં શિવલિંગની એક ઝલક જોવા માટે ક્યાંય ક્યાંયથી ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ત્યારે આવો જાણીએ આ રહસ્યમયી મંદિર વિશે.

ઉત્તરપ્રદેશનું ચમત્કારિ શિવલિંગ
દેશનું એક રહસ્યમયી શિવ મંદિર ઉત્તર પ્રદેશના ગઢમુક્તેશ્વરમાં આવેલું પ્રાચીન ગંગા મંદિર છે. આ પ્રાચીન મંદિરમાં માતા ગંગાની સાથે પરમ પિતા બ્રહ્માજીની ચાર ભુજાઓવાળી સફેદ પ્રતિમા સ્થાપિત છે.

અને આ મંદિરમાં એક ચમત્કારિક શિવલિંગ પણ છે. શ્રાવણ મહિનામાં અહીં શિવની આરાધના માટે ભક્તોની લાંબી કતારો લાગે છે.

મંદિર ઘણું જૂનું છે, ઇતિહાસ અંગે અજાણ
ગઢમુક્તેશ્વર ખાતે આવેલ ગંગા મંદિર ઘણું જૂનું છે અને અહીંનો ઈતિહાસ કોઈ જાણતું નથી. આ મંદિરની સ્થાપના કોણે અને ક્યારે કરી તે વિશે કોઈ જાણતું નથી. ગઢમુક્તેશ્વરના પ્રાચીન ગંગા મંદિરની મુલાકાત લેવા માટે 101 પગથિયાં ચઢવા પડે છે.

કારતક મહિનામાં મેળો ભરાય છે
આ મંદિરમાં કારતક મહિનામાં શિવલિંગના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે, પરંતુ સાવન મહિનામાં પણ ભક્તોની લાંબી કતારો લાગે છે. મંદિરમાં સ્થિત શિવલિંગ વિશે એવી દંતકથા છે કે દર વર્ષે કારતક મહિનામાં તેના પર એક ખાસ આકૃતિ આપોઆપ અંકુરિત થતી જોવા મળે છે.

મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર, શિવલિંગ પરની તે આકૃતિ દરેક વખતે અલગ-અલગ આકાર અને રૂપમાં પ્રગટ થાય છે. આજે પણ ઘણા નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો આ રહસ્ય વિશે ખુલાસો કરી શક્યા નથી.

પાણીમાં પથ્થર મારીએ તેવો આવે અવાજ
ગઢમુક્તેશ્વરમાં પ્રાચીન ગંગા મંદિર ખૂબ ઊંચાઈ પર આવેલું છે અને અહીંની સીડીઓ ખૂબ જ રહસ્યમય પથ્થરની બનેલી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ સીડીઓ પર ચઢે છે અથવા પથ્થર ફેંકે છે ત્યારે પાણીમાં પથ્થર મારીએ તેવો અવાજ આવે છે.

પ્રાચીન સમયમાં ગંગા નદીનું પાણી આ મંદિરના પગથિયાં સુધી પહોંચતું હતું પરંતુ હવે ગંગા નંદી મંદિરથી લગભગ 5 કિમી દૂર છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *