તમારી કુંડળીમાં શુક્ર નબળો છે ને તમને પૈસાની તંગી છે? તો આ વાત માત્ર ને માત્ર તમારા માટે છે
જ્યોતિષમાં શુક્ર ગ્રહને ભૌતિક સુખનો કારક માનવામાં આવે છે. જે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય છે, તેમને તમામ પ્રકારના સાંસારિક સુખ મળે છે. જોકે, જે જાતકની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો વ્યક્તિને વિપરિત પરિણામો મળે છે. કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો જ્યોતિષમાં શુક્રના દોષથી બચવા માટે ખાવા-પીવામાં કેટલાંક ઉપાય બતાવ્યા છે.
શુક્રવારે મીઠું ના ખાવું– શુક્રવારને શુક્રનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે મીઠાનો (સોલ્ટ) ઉપયોગ કરવો નહીં. ભોજન મીઠા વગર જ બનાવવું. આનાથી શુક્ર ગ્રહ મજબૂત બનશે.
રાત્રે મીઠાઈઓ ખાવી નહીં– જો તમારી કુંડળીમાં શુક્ર નબળો હોય તો તમારે ભૂલથી પણ રાત્રે મીઠાઈ ખાવી જોઈએ નહીં. ઘણાં લોકો રાત્રે ભોજન બાદ મીઠાઈ ખાતા હોય છે, આનાથી શુક્ર પ્રભાવિત થાય છે.
રાત્રે જલેબી ના ખાવી– કુંડળીમાં જેને શુક્ર નબળો હોય તેમણે રાત્રે જલેબી ખાવી જોઈએ નહીં. રાત્રે જલેબી ખાવાને બદલે સવારે જલેબી ખાવાથી શુક્ર મજબૂત બને છે.
આ રીતે મળશે શુક્રના આશીર્વાદ– પોતાના ભોજનમાં નાના-નાના ફેરફાર કરીને તમે તમારી કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરી શકો છો. શુક્ર ગ્રહની કૃપાથી તમારું લગ્નજીવન સુખી રહેશે. આ સાથે જ તમને ક્યારેય પૈસાની અછત રહેશે નહીં.