Richa Chadha એ આપ્યો દીકરીને જન્મ, ‘મિર્ઝાપુર’ના ‘ગુડ્ડુ-ભૈયા’ બન્યા પિતા
Richa Chadha : બોલિવૂડના પૉપ્યુલર કપલ, રિચા ચઢ્ઢા અને અલી ફઝલ, પોતાના ઘરે એક નાનું મહેમાન આવવાથી ખુશ છે. આ કપલને એક પુત્રીનો જન્મ થયો છે અને તેમણે તેમના ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે.
આ સમાચાર સાંભળીને તેમના ફેન્સ ખુબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. રિચા ચઢ્ઢાએ મંગળવારે પુત્રીને જન્મ આપ્યો હતો. થોડા સમય પહેલાં, રિચા ચઢ્ઢાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના મેટરનિટી શૂટની કેટલીક તસવીરો પણ શેર કરી હતી, જેમાં અલી ફઝલ પણ સાથે હતા.
ખુશી વ્યક્ત કરતાં, અલી ફઝલ અને રિચા ચઢ્ઢાએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે, “અમને એ જણાવતાં આનંદ થાય છે કે અમારા ઘરે 16મી જુલાઈ 2024ના રોજ એક બાળકીનો જન્મ થયો છે.”
તેઓએ કહ્યું કે, “અમારો પરિવાર તેના આગમનથી ખુબ જ ખુશ છે.” રિચા અને અલી તેમના પ્રેમ અને પ્રાર્થના માટે તેમના શુભેચ્છકોનો પણ આભાર માન્યો.
Richa Chadha એ આપ્યો દીકરીને જન્મ
રિચા ચઢ્ઢાએ તેના મેટરનિટી શૂટની ચાર તસવીરો પોસ્ટ કરી હતી. પહેલી તસવીરમાં, રિચાનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો, જેમાં રિચા અને અલીનો હાથ બેબી બમ્પ પર હતો.
બીજી તસવીરમાં, બેબી બમ્પ સાથે રિચા ચઢ્ઢાનો ચહેરો પણ જોવા મળ્યો હતો. ત્રીજી તસવીરમાં, અલી ફઝલ અને રિચા બંને સાથે જોવા મળ્યા હતા.
ચોથી અને છેલ્લી તસવીરમાં, રિચા એકલી પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. રિચા ચઢ્ઢાએ આ પોસ્ટ પર કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું, કેમ કે આ તેને પોસ્ટ કરેલી સૌથી પ્રાઈવેટ વસ્તુ છે.
તાજેતરમાં જ અલી ફઝલની વેબ સિરીઝ ‘મિર્ઝાપુર’ની સિઝન 3 રિલીઝ થઈ છે. આ સિઝનમાં ગુડ્ડુ ભૈયાના પાત્રને ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ‘મિર્ઝાપુર’ને પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરીમાં સારા સમાચાર સાંભળવા મળ્યા
મહત્વનું છે કે, રિચા ચઢ્ઢા અને અલી ફઝલે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફેન્સ સાથે સારા સમાચાર શેર કર્યા હતા. અભિનેત્રીએ તેણીની ગર્ભાવસ્થા દરમિયાન શ્રેણી ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ના પ્રમોશનમાં ભાગ લીધો હતો, જોકે ત્યારથી તે મેટરનિટી બ્રેક પર છે.
રિપોર્ટ્સ અનુસાર, રિચા મેટરનિટી બ્રેક પૂરો થયા બાદ ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા જઈ રહી છે. રિચાએ 2017માં કોર્ટ મેરેજ કર્યા બાદ 4 ઑક્ટોબર, 2022ના રોજ લખનૌમાં અલી ફઝલ સાથે લગ્ન કર્યા હતા.
વધુ વાંચો: